વડોદરા શહેરમાં 10 દિવસના વિરામ બાદ આજે ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. આજે સવારથી જ વડોદરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેને કારણે નોકરી-ધંધા પર જવા લોકો અટવાઇ ગયા હતા. અને અલકાપુરી, રાવપુરા, ન્યાયમંદિર અને માંડવી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, વરસાદ અને પૂરે વડોદરા શહેરના બે વખત ઘરરોળ્યું હતું. ત્યારબાદ વરસાદને વિરામ લીધો હતો. જોકે આજે સવારથી જ વડોદરા શહેર પર વાદળો મંડરાયા હતા. અને શરૂઆતમાં ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે.
33 , 1