ભારે ઉકળાટ બાદ ….લ્યો આવી ગયું ચોમાસુ… !

ગુજરાતમાં 11થી 13 જુન વચ્ચે કેટલાક સ્થળે ભારે વરસાદ પડશે

આવ રે મેઘા …..ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ તેના નિર્ધારીત સમય કરતા વહેલુ બેસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં સર્જાનાર હવાના હળવા દબાણને કારણે, અરબી સમુદ્ર પરથી દક્ષિણ પશ્ચિમ દિશામાંથી હવા વહેતી થશે જેને લઈને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ તેના નિર્ઘારિત સમય કરતા વહેલુ બેસી જશે.

મળતી માહિતી મુજબ ,હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં 11થી 13 જુન વચ્ચે કેટલાક સ્થળે ભારે વરસાદ પણ પડશે. બંગાળની ખાડીમાં સર્જાનાર હવાના હળવા દબાણને પગલે, અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન ગુજરાતમાં વહેશે. જેના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાવા સાથે નૈઋત્યના ચોમાસાનો રાજ્યના કેટલાક ભાગમાં વિધિવત્ત રીતે પ્રારંભ થઈ જશે.

મહત્વનું છે કે ,અત્યારે હાલ ગુજરાતમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભારે ઉકળાટ અનુભવાય છે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ છુટોછવાયો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

વધુમાં ,આ અગાઉ હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે, ગુજરાતમાં આગામી 20 જૂનની આસપાસ ચોમાસુ બેસી જશે. જો કે, નૈઋત્યનુ ચોમાસુ મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં બેસી ગયુ છે. જો કે, બંગાળની ખાડીમાં સર્જાનારા હવાના હળવા દબાણને પગલે, દેશના પૂર્વોતર રાજ્યોમાં પણ ચોમાસુ બેસી જવાના સંજોગો સર્જાયા છે. ખાસ કરીને દેશના દક્ષિણ પૂર્વ ભાગમાં પણ ચોમાસુ બેસી જશે.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર