ગર્ભવતી મહિલાએ 4 દિવસ માટે લીધુ ઘર ભાડે પછી…

આજ-કાલ દર કોઈ YouTube માધ્યમના વીડિયાનો ઉપયોગ કરે છે પછી ભોજન બનાવવાનુ હોય અથવા અન્ય કામ વિશેની જાણકારી મેળવવી હોય તે YouTube દ્ધારા જ મેળવતા હોય છે. યૂટ્યૂબ પર તમને દરેક વિષય સાથે જોડાયેલી જાણકારી સરળતાથી મળી જાય છે, પરંતુ એક ગર્ભવતી મહિલા માટે યૂટ્યૂટની માહિતી ઘાતક સાબિત થઇ અને તેને પોતાનો જ જીવ ગુમાવવો પડ્યો.

આ કેસ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો છે, અહીયા 25 વર્ષની ગર્ભવતી મહિલાની લાશ એક રૂમમાંથી મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મહેલાના લગ્ન નહોતા થયા અને તે ગર્ભવતી થઈ હતી. આ ગર્ભવતી મહિલા પોતાની ડિલીવરી કરવાની કોશિશ કરી જે કારણથી તેમનુ મૃત્યુ નીપજ્યુ હતુ.

ત્યારે આ અંગે એવા પણ અહેવાલ છે કે આ મહિલાના લગ્ન નહોતા થયા અને લોકોના ડરથી તે હોસ્પિટલ ન ગઈ અને યૂટ્યૂબના વિડીયો જોઈ પોતાની ડિલીવરી કરવા લાગી જે કારણથી તેમને પોતાનો જ જીવ ગુમાવવો પડ્યો. જે રૂમમાંથી મહિલાની લાશ મળી તેને 4 દિવસ પહેલા જ ભાડા પર આપવામા આવ્યુ હતુ. આ મહિલાએ મકાન માલિકથી એ કહીને રૂમ લીધો હતો કે તેમની મા અહી તેને લેવા આવવાની છે.

જાણકારી મુજબ, આ મહિલા મૂળ બહરાઈચની નિવાસી હતી અને છેલ્લા 4 વર્ષથી ગોરખપુરમા રહીને પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી. જ્યારે આ મહિલાની લાશ તેમના રૂમમાંથી જપ્ત કરવામા આવી તો અહી પર બ્લેડ, કેંચી અને દબ્બા પણ મળ્યા સાથે જ અહી પરથી તેમનો સ્માર્ટફોન પણ રાખેલો જોવા મળ્યો હતો જેમા વીડિયો પ્લે થઈ રહ્યો હતો.

 115 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી