સતત તેજી બાદ શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1 હજાર પોઇન્ટથી વધુ તૂટ્યો

શેરબજારમાં હડકંપ, રોકાણકારોના ત્રણ લાખ કરોડ રૂપિયાનું થયું ધોવાણ

ભારતીય શેર બજારમાં આજે ફરી સૌથો મોટો કડાકો જોવા મળ્યો હતો અને સેન્સકેસ 1 હજારથી વધુ પોઇન્ટ તૂટી જતા ઇન્વેસ્ટરોના કરોડો રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે.

સેન્સેક્સ 1,066.33 પોઇન્ટ એટલે કે 2.61 ટકાના ઘટાડા સાથે 39,728.41ના સ્તર પર બંધ થયું હતું. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 290.70 અંક એટલે કે 2.43 ટકાના ઘટાડા સાથે 11,680.35ની નીચી સપાટી બંધ થયું છે.

દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસના ત્રિમાસિક પરિણામ જાહેર થયા છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં કંપનીને 20 ટકાથી વધારેનો નફો થયો હતો. ગુરુવારે શરૂઆતી કારોબાર દરમિયાન ઈન્ફોસિસના શેર 2 ટકાથી વધારે મજબૂત થયા હતા. જો કે, થોડા સમયમાં જ નફો ખાવાની દોડ મચતાં ઈન્ફોસિસના શેર 3 ટકાથી વધારે ઘટી ગયા હતા. અન્ય આઈટી કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

શેર બજારની આ દોડધામથી રોકાણકારોનાં લગભગ 3 લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે. બુધવારે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 1,60,56,605.84 કરોડ રૂપિયા હતું. જે આજે ઘટીને 1,57,65,742.89 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક શેરબજારોમાં નરમાઈનો માહોલ બન્યો છે. બીજી તરફ, ડોમેસ્ટિક માર્કેટમાં છેલ્લાં 10 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટથી વધારેનો સુધારો થયો છે. આના કારણે હાલમાં હેવી વેઈટ શેરોમાં નફારૂપી વેચવાલી શરૂ થઇ છે. આ બધાને કારણે ઘરઆંગણે આવનારા દિવસોમાં પણ નરમાશ જોવા મળી શકે છે.

બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ઑટો, આઈટી, મેટલ, ફાર્મા અને પીએસયુ બેન્ક શેરોમાં 3.32-0.49 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 3.36 ટકાના ઘટાડાની સાથે 23,072.40 ના સ્તર પર બંધ થયા છે.

દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, રિલાયન્સ અને એસબીઆઈ 3.62-4.98 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એશિયન પેંટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને કોલ ઈન્ડિયા 0.05-0.41 ટકા વધ્યો છે.

મિડકેપ શેરોમાં ચોલામંડલમ, શ્રીરામ ટ્રાન્સફર, ઈન્ફોએજ, જિંદાલ સ્ટીલ અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક 5.45-4.16 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં જેએસડબ્લ્યુ એનર્જી, ક્યુમિન્સ, એસજેવીએન, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ અને સીજી કંઝ્યુમર 2.99-0.77 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં કિરિ ઈન્ડસ્ટ્રીઝ, માઈન્ડટ્રી, ભણશાલી એન્જિનયર, શેલ્બી અને કેસોરામ 9.83-6.82 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં જસ્ટ ડાયલ, રાણે બ્રેક, અજમેરા રિયલ્ટી, વિમતા લેબ્સ અને ફ્યુચર સપ્લાય 14.22-4.33 ટકા સુધી ઉછળા છે.

 91 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર