માં અંબે બાદ હવે મુખ્યમંત્રી સોમનાથ દાદાના શરણે…

રૂપાણી બે દિવસ માટે સૌરાષ્ટ્રની મુલાકાતે

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા બાદ સોમનાથ દાદાના ચરણોમાં નતમસ્તક થવા સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેઓ ગીર સોમનાથમાં રાત્રિ રોકાણ પણ કરશે. મુખ્યમંત્રી બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહ પરિવાર ડાકોરની મુલાકાત લઇ રાજા રણછોડના દર્શન કર્યા હતા.

આજે મુખ્યમંત્રી વિજરૂપાણી ગીર સોમનાથની મુલાકાતે છે ત્યારે ગીર સોમનાથમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્ત વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ હાથ ધરાનાર છે.

મુખ્યમંત્રી વેરાવળના સેમરવાવ ગામે ફિલ્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે, તેમજ જૂદા જૂદા વિસ્તારોમાં ,સ્ટ્રોમ વોટર ડ્રેઈનનું ખાતમુહૂર્ત કરશે સાથે મુખ્યમંત્રી વેરાવળ DYSP કચેરીના નવા બિલ્ડિંગનું લોપાર્પણ પણ કરનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગીર સોમનાથમાં એક રાત્રિનું રોકણ પણ કરશે અને પછીના આવતી કાલે સોમનાથ દાદાના દર્શનનો પણ લાહવો લેશે તેમજ સવારે મંગળા આરતીમાં ભાગ પણ લેશે.

મહત્વનું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થતા અનેક જાહેર સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા છે અનેક જગ્યાઓ પર મુકવામાં આવેલો પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો છે. પરતું હજુ પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રીએ પણ લોકોને સાવચેત રહેવાનું જણાવ્યું છે. અને કોરોની ગાઈડ લાઈનના નિયમોનું પાલન ચુસ્ત પણે કરવામાં આવે તેવી લોકોની અપીલ કરી છે.

 15 ,  1