અમેરિકા બાદ બ્રિટને પણ COVAXINને મંજૂરી આપી

UK જનારા લોકો માટે મોટા ગુડ ન્યૂઝ

આખરે યુકે ભારતની કોવેક્સિનને પોતાની સ્વીકૃત રસીની યાદીમાં સામેલ કરવા જઈ રહ્યું છે. ભારતમાં કોવેક્સીનને હવે યુકે સરકાર ઈન્ટરેનેશનલ પ્રવાસીઓ માટે સ્વીકૃત કોરોનાની રસીની યાદીમાં સામેલ કરવા જઈ રહ્યું છે. 22 નવેમ્બરથી કોવેક્સિન લેનારા પ્રવાસીઓને હવે ઈંગ્લેન્ડ જઈને ક્વોરેન્ટાઈન નહીં થવું પડે.

ઉલ્લેખનીય છે કે યુકે સરકારે આ પગલુ WHOની ઈમરજન્સી યુઝની યાદીને ફોલો કરે છે. કોવેક્સિન ભારતમાં ઉપયોગમાં લેનારી બીજી સૌથી મોટી રસી છે. પહેલા કોવૈક્સીન લેનારાને યુકેમાં પ્રવાસ દરમિયાન ક્વોરેન્ટાઈન રહેવું પડતું હતુ. પરંતુ 22 નવેમ્બરથી હવે આવું નહીં થાય.

આ ઉપરાંત કોવિશીલ્ડને ગત મહિને યુકેની પરવાનગી વાળી યાદીમાં જોડવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ તાજેતરમાં કોવેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપ્યા બાદ યુનાઈટેડ કિંગ્ડમે આ પગલું ભર્યું છે. ચીનની સિનોવેક અને સિનોફાર્મ વેક્સિનને પણ યુકે દ્વારા એની માન્ય કોવિડ-19 વેક્સિનની સૂચિમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ પણ કોવેક્સિનને મંજૂરી આપી હતી.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી