અમિત શાહ બાદ વડાપ્રધાન આવશે ગુજરાતની મુલાકાતે…

સાયન્સસિટી અને ગાંધીનગરમાં હોટલનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતનો ટૂંકો પ્રવાસ કરશે. ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ બાદ હવે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસને લઈને વહીવટી તંત્રને કામ અંગે સૂચના આપી દેવામાં આવી છે. 

12મી જુલાઇએ રથયાત્રા બાદ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે જેમાં તેઓ અમદાવાદ સ્થિત સાયન્સસિટીની મુલાકાત લેશે. સાયન્સસિટી ખાતે તૈયાર કરવામાં આવેલ એક્વેરિયમનું ઉદ્ઘાટન પીએમ મોદીના હાથે કરવામાં આવશે. આ સિવાય પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પર તૈયાર કરવામાં આવેલ હોટેલનું પણ લોકાર્પણ કરશે. 

તંત્રને તમામ કામગીરી 10 દિવસમાં પૂર્ણ કરવા સૂચના

પીએમ મોદીના પ્રવાસને તંત્રને તમામ કામગીરીને 10 જ દિવસમાં પૂરી કરી લેવાના ગુજરાત સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. 

અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશની માછલીઓ જોવા મળશે તેમજ એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગની મજા પણ માણી શકાશે. આ વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ 250 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

 69 ,  1