ડેપ્યૂટી CM અજીત પવારની સંપતિઓ સીઝ…

1 હજાર કરોડની બેનામ સંપત્તિ જપ્ત

મહારાષ્ટ્રમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ ઉપમુખ્યમંત્રી અજિત પવર વિરૂદ્ધ એક્શન શરૂ થઇ ગઇ છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ મંગળવારે સવારે અજિત પવારની એક હજાર કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરી લીધી છે. 

આ જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં દક્ષિણી દિલ્હી સ્થિત લગભગ 20 કરોડનો ફ્લેટ સમેલ છે. નિર્મલ હાઉસ સ્થિત પાર્થ પવાર ઓફિસની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. જરંદેશ્વર શુગર ફેક્ટરી લગભગ 600 કરોડની છે. આ ઉપરાંત ગોવામાં રિસોર્ટ જેનું નામ નિલયા તેની કિંમત 250 કરોડ છે. હવે 90 દિવસનો સમય અજિત પવાર પાસે હશે આ સાબિત કરવા માટે કે આ પ્રોપર્ટીઝ જે એટેચ કરવામાં આવી તે બેનામી પૈસાથી ખરીદવામાં આવી નથી. 

મહારાષ્ટ્રમાં કેન્દ્રીય એજન્સીઓ એક્શન મોડમાં છે. પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે ડેપ્યૂટી CM અજીત પવાર પર પણ એક્શન લેવામાં આવી રહ્યા હોવાના સમાચાર છે. મહારાષ્ટ્ર કેન્દ્રીય એજન્સીઓ એક્શન મોડમાં છે. પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે ડેપ્યૂટી CM અજીત પવાર પર પણ એક્શન લેવાનું શરૂ થઈ ગયું છે.

ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા અજીત પવાર સાથે સંકળાયેલી પાંચ સંપતિઓ સીઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સંપતિઓ લગભગ એક હજાર કરોડ કરતાં વધારે રકમની હોવાનું માનવામાં આવે છે. 

મહારાષ્ટ્રમાં વસૂલી કાંડ મામલે EDએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ કરી છે. 12 કલાકની પૂછપરછ બાદ EDએ દેશમુખની ધરપકડ કરી છે.

દેશમુખે કોઈપણ સવાલનો સંતોષજનક જવાબ ન આપતાં ધરપકડ કરવામાં આવી હતી. અને હવે અનિલ દેશમુખને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ ધરપકડ પહેલા અનિલ દેશમુખે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. સાથે જ અન્ય આરોપીઓના નિવેદન પણ દેશમુખ સામે મુકવામાં આવ્યા જેની આ ગુનામાં સંડોવણી હતી. જોકે દેશમુખે એક પણ સવાલનો જવાબ ન આપતાં તેમની ધરપકડ કરવામાં આવી. દેશમુખ પર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી