બોલિવુડને કેન્સરનું ગ્રહણ લાગ્યું છે તેમ કહી શકાય. આ પહેલા પણ અનેક સ્ટાર્સને કેન્સર ડિટેક્ટ થયું છે. જેમાં સૌથી પહેલું નામ દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનનું છે. હાલ તેઓ બ્રેઈનની બીમારીથી ઝઝૂમી રહ્યા છે. આ પહેલા મનીષા કોઈરાલા, યુવરાજ સિંહ, લીસા રે જેવા સ્ટાર્સ પણ કેન્સર સામે સફળતાપૂર્વક લડી ચૂક્યા છે. તેમજ બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સોનાલી બેન્દ્રેને 2018માં કેન્સર હોવાની જાણ થઈ હતી અને ત્યારબાદ તે સારવાર માટે અમેરિકા ગઈ હતી. અહીંયા પૂરી ટ્રીટમેન્ટ લીધા બાદ સોનાલી ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત પરત ફરી હતી.
કેન્સર ફ્રી થયા બાદ સોનાલીએ એક્વા થેરપી લેતી હોય તેવો વીડિયો શૅર કર્યો છે.સોનાલીએ કહ્યું કે ‘ચેતવણીઃ જેટલું જોવું આ સરળ લાગે છે તેટલું સરળ નથી. મારું નવું એક્વા થેરાપી ટ્રેનિંગ સેશન ઘણું જ ટફ રહ્યું હતું. જો હું આ નોર્મલ પરિસ્થિતિમાં કરતી હોત તો આ સરળ રહેત. મારી નવી નોર્મલ કોશિશ આના સમાધાનમાં છે અને હું કોઈ નવું બહાનું બનાવી રહી નથી.’
View this post on InstagramA post shared by Sonali Bendre (@iamsonalibendre) on
થેરાપીમાં સોનાલી બેન્દ્રે પાણીની અંદર વર્કઆઉટ કરે છે. વર્ક આઉટ કરતાં સમયે સોનાલીએ કહ્યું હતું કે પાણીની અંદર એક્સરસાઈઝ કરવી ઘણી જ મુશ્કેલ છે. પાણીની વોટર ટેંકમાં સોનાલીએ લેગ એક્સરસાઈઝ, વેઈટ એક્સરસાઈઝ તથા ટ્રેડમિલ પર વોક કર્યું હતું.
34 , 1