કૉમેડિયન ભારતી સિંહ બાદ તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ થઈ ધરપકડ

NCBએ હર્ષ સાથે 18 કલાકની પૂછપરછ બાદ કરી ધરપકડ

પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ડ્રગ્સ કેસમાં NCBએ મોડી રાતે ધરપકડ કરી લીધી છે. તેમના ઘરમાંથી 86.5 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. ભારતી સિંહ અને હર્ષ લિંબચિયાને આજે કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટમાં રજૂ કરતા પહેલા બન્નેનું ટેસ્ટ કરવામાં આવશે.

ડ્રગ્સ પેડલર્સ પાસેથી મળેલી ગુપ્ત માહિતી બાદ ટીવી એક્ટ્રેસ અને કોમેડિયનના ફ્લેટ પર NCBએ રેડ પાડી હતી. દરોડા દરમિયાન શંકાસ્પદ પદાર્થ (ગાંજો) મળી આવ્યો હતો. શનિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ ભારતીની ધરપકડ કરાઈ છે. તેના બાદ પતિ હર્ષ લિંબચિયાની પણ ધરપકડ કરાઈ છે.

બન્નેના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એનસીબીએ માત્ર ઘર પર જ નહીં પણ ભારતીસિંહના ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા.

NCBના જણાવ્યા મુજબ ડ્રગ પેડલરના મોબાઈલમાંથી મળેલી જાણકારી બાદ ભારતી પર આ કાર્યવાહી કરાઈ. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ બંનેએ ગાંજાના સેવનની વાત સ્વીકારી છે. ભારતીની NDPS એક્ટ 1986 હેઠળ ધરપકડ થઈ છે અને હવે તેના પતિની પણ એનસીબીએ ધરપકડ કરી લીધી છે. 

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે.

આ પહેલાં એનસીબીએ 9 નવેમ્બરના રોજ અર્જુન રામપાલના ઘરે પણ રેડ પાડી હતી અને કેટલાક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરવામાં આવી હતી. ત્યારબદ અર્જુન રામપાલ અને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાને એનસીબીએ સમન્સ મોકલ્યું હતું. તો બીજી તરફ એનસીબીએ ગ્રેબ્રિએલાના ભાઇ અગિસિયાલોસને તેમના ઘરેથી ડ્રગ્સ મળ્યા બાદ ધરપકડ કરી હતી. 

 112 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર