ફેસબુક, ઇન્સ્ટા બાદ હવે Gmailમાં પણ ડખાં!

અચાનક સેવા બંધ થતાં યુઝર્સ બરાબરના ભડક્યાં

ભારત સહિત વિદેશમાં તાજેતરમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવા ઠપ્પ થઈ ગઈ હતી. હવે Gmail સેવા કામ કરી રહી નથી. ભારતના ઘણા શહેરોમાં લોકો Googleની ફ્રી ઇમેઇલ સેવાનો ઉપયોગ કરી શકતા નથી. જીમેલ યુઝર્સો ન તો મેઇલ મોકલી શકે છે અને ન તો તેમને કોઇ મેઇલ મળી રહ્યો છે.

ઈન્ટરનેટ સર્વિસ આઉટેજ પર નજર રાખતી સાઈટ ડાઉન ડિટેક્ટર અનુસાર 68% લોકોએ અહેવાલ આપ્યો છે કે તેમને વેબસાઈટ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. 18% વપરાશકર્તાઓએ સર્વર કનેક્શનની જાણ કરી હતી જ્યારે 14% વપરાશકર્તાઓ લોગિનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.

લોકો ટ્વિટર પર પણ આ અંગે જાણ કરી રહ્યા છે. લોકો #gmaildown સાથે ટ્વીટ કરી રહ્યા છે. કંપનીએ હજુ સુધી આઉટેજનું કારણ જાહેર કર્યું નથી. ભારતના ઘણા ભાગોમાંથી વપરાશકર્તાઓ Gmail બંધ હોવાની ફરિયાદ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક પણ આઉટેજનો શિકાર બન્યું હતું. ફેસબુકની સાથે સાથે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પણ 6 કલાકથી વધુ સમય માટે ડાઉન હતા. તે છેલ્લા સપ્તાહમાં બે વખત ઠપ્પ થઈ ગયું હતું.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી