હાર્દિક પટેલ બાદ શક્તિસિંહ ગોહિલે પણ પ્રમુખ બનવાનો કર્યો ઈનકાર..!

ગુજરાત કોંગ્રેસમાં નવા કેપ્ટનની શોધ વચ્ચે ડખા

દિલ્હીમાં ચાલી રહેલા મહામંથનમાં હાર્દિક પટેલને કેમ્પેઈન કમિટીના ચેરમેન બને તેવી સંભાવનાઓ, હાર્દિક પટેલ બાદ શક્તિસિંહ ગોહિલે પણ પ્રમુખ બનવાનો ઈનકાર કર્યો છે. રાહુલ ગાંધીના નિવાસ સ્થાને ગુજરાત કોંગ્રેસને લઇ મહામંથન ચાલી રહ્યું છે, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના નામને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ પણ સામેલ છે, કોંગ્રેસના આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ પણ હાજર છે.

ગુજરાત કોંગ્રેસમાં નવા કેપ્ટનની શોધમાં દિલ્હીમાં ભારે મનોમંથન ચાલી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે દિલ્હીમાં દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની રાહુલ ગાંધી સાથે બેઠક યોજાઈ છે. જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાજર છે. રઘુ શર્મા,  ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, અમી યાજ્ઞિક સહિતના ધારાસભ્યો રાહુલ ગાંધીના નિવાસ સ્થાને પહોંચ્યા છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામની પસંદગી થઈ શકે છે. જેમાં હાર્દિક પટેલના નામની ચર્ચા જોરમાં છે. પરંતુ આ હાર્દિક પટેલને લઈને ભરતસિંહ સોલંકી જૂથની નારાજગી સામે આવી છે.  

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી