September 26, 2022
September 26, 2022

મુંબઈમાં ફરી ભારે વરસાદ શરૂ,અનેક વિસ્તારો જળમગ્ન થયા



  • મુંબઈમાં સોમવારથી ફરી ભારે વરસાદ શરૂ
  • બીએમસીએ એડવાઈઝરી જારી કરી એલર્ટ જાહેર કર્યું
  • મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટો બંધ રખાઈ, રસ્તા પર પાર્ક કારો પાણીમાં ડૂબી

મુંબઈમાં ફરી એકવાર સોમવારે ભારે વરસાદ પડ્યો. તેના લીધે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા. સ્થિતિ એવી સર્જાઈ કે જોત-જોતામાં માર્ગો પર ઊભેલી કારોની અંદર પાણી ભરાઈ ગયું. ભારે વરસાદથી રેલવે, બસ અને વિમાન સેવાઓ પર ખોરવાઈ. મુંબઈમાં 1043 મિમી એટલે કે 46 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

કોલ્હાપુરમાં 24 કલાકમાં સૌથી વધુ 17 સેમી વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગે આગામી 24 કલાકની અંદર મુંબઈ, થાણે, પાલઘર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યુ છે. અનેક વિસ્તારોમાં 200 મિમી સુધી વરસાદનો અનુમાન છે.

અરબ સાગરમાં 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાતા પવન વચ્ચે 3.5થી 4 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. તેને જોતાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ અપાઇ છે. બીએમસીએ એડવાઈઝરી જારી કરી લોકોને સાવચેત રહેવા કહ્યું છે.



 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી