September 24, 2020
September 24, 2020

કોરોનાએ છિનવ્યો પરિવાર..! પતિના આપઘાત બાદ પત્નીએ દીકરા સાથે કૂવામાં લગાવી મોતની છલાંગ

પતિના મોતના આઘાતમાં પત્નીએ દીકરા સાથે કર્યો આપઘાત, વિખાયો પરિવારનો માળો

જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામના ખેડુત પરિવાર અશોકભાઈ નારણભાઈ ચુડાસમાને આશરે બાર વિઘા જમીન સાથે પોતે ખાનગી શાળામાં નોકરી કરતા તેમના પત્ની મોટી ઘંસારી ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા હતા તેમને સંતાનમાં સાત વર્ષ પહેલાં પુત્રીને વીછી કરડતા મોત નિપજ્યું હતું ત્યાર બાદ પુત્રનો જન્મ થયો હતો જે હેત નામનો પુત્ર પાંચ વર્ષનો હતો તેમજ હાલમાં અશોકભાઈના પત્ની નિતાબેન સગર્ભા હતા જેના પાંચ મહીના જેટલો સમય થયો હતો

પુત્ર હેત સાથે અશોકભાઈનો પરિવાર આનંદ કિલ્લોલ કરતો હતો. પરિવારમાં કમનસીબે દુઃખદ ઘટનાની શરૂઆત થઈ.અશોકભાઈને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ખાનગી કોવીડ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારથી પરિવારનો જાણે કાર પોકારતો હોય પરિવારનો માળો વિખાવાના એંધાણ શરૂ થવાનો હોય તેમ અશોકભાઈએ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન હોસ્પિટલની બારીમાંથી મોતની છલાંગ લગાવી હતી.

જે બાબતે માનવામાં પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવતી આત્મહત્યામાં પરિવારજનોએ અજુગતું બન્યુ હોવાનું અનુભવ્યું હતું પણ જેની તપાસ થાય અને સત્ય બહાર આવે એ પહેલાં ગણતરીના દિવસોમાં અશોકભાઈના મોતનો આઘાત લાગતાં તેમના પત્ની નિતાબેને તેમના પાંચ વર્ષના પુત્રને સાથે લઈ તેમના ઘરથી થોડે દુર કુવામાંં ઝંપલાવતા માતા મરણ સાથે ત્રણ જીવ ગુમાવતા અશોકભાઈનો પરિવારનો આખો માળો વેર વિખેર થયો. અશોકભાઈનું ત્રીજુ સંતાન ધરતી પર ઉતરે તે પહેલાં જ તેમનો પણ ભોગ લેવાયો

પરિવારની કમનશીબી કેવી જેની નજર સામે પોતાના પુત્ર સગર્ભા પુત્રવધુ પૌત્ર અને અગાઉ પૌત્રિનું મોત જોનાર ૬૫ વર્ષીય નારણભાઈ કરશનભાઈ ચુડાસમાં તથા ૬૨ વર્ષીય નાથીબેન નારણભાઈ તેમના કમનશીબે તેમની હયાતીમાં આવા દિવસો જાઈ રહયાછે આવી હૃદય કંપાવી દેનારી ઘટનાથી સમગ્ર જુનાગઢ જીલ્લામાં શોકની લાગણી જોવા મળી રહી છે.

ગોવિંદ હડિયા

 124 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર