મેઘરાજાને હવામાનની “વિદાય” આગાહી ના ગમી- લો, નહીં જઉં…!

મેઘતાંડવમાં કેરળ-ઉત્તરાખંડ બાદ હવે કોનો વારો..?

જળવાયુ પરિવર્તનની હજુ તો શરૂઆત છે.. ..

મુંબઇ સહિતના શહેરો-ચલ દરિયા મેં ડૂબ જાયે..

કલાઇમેટ ચેન્જની સૌથી વધુ અસર ખેતીવાડી પર..

કલાઇમેટ ચેન્જથી નહીં ટેવાઇએ તો મટિયામેટ થઇ જશે…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

હવામાન વિભાગે ભલે મેઘરાજાની કુંડળી જોઇને..અભ્યાસ કરીને કહી દીધુ હોય કે ભારતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઇ ગઇ, ચોમાસુ ગયું…પણ જાણે કે મેઘરાજાને એ ન ગમ્યુ હોય તેમ ભારતમાં જ્યાંથી દર વર્ષે 1 જૂને ચોમાસાની ઋતુનો આરંભ થાય છે તે કેરળમાં હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત બાદ એવો મેઘ તાંડવ થયો કે શહેરોની સડકો નદીઓમાં રૂપાતંરીત થઇ ગઇ છે…ચોમાસાની વિદાય બાદ ટુરીસ્ટોની રાહ જોઇ રહેલા ખુદ કેરળવાસીઓને પણ નવાઇ લાગી કે આવુ કેમ…થયું…?

હજુ તો કેરળવાસીઓ અડધી લુંગી ચઢાવતાં ચઢાવતા માથુ ખંજવાળીને વિચારે તે પહેલા મેઘરાજાએ ભારતનો નકશો કાઢીને જોયુ- હાં હવે ચલો ઉત્તરાખંડ…ચારધામની યાત્રા કરતા જઇએ…..! અને એ જ હવામન વિભાગે ચેતવણી બહાર પાડી-ઉત્તરાખંડમાં ભારે વરસાદ…ભારે તબાહી…બરફવર્ષા પણ થઇ શકે અને ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા રોકી દેવામાંઆવી અને એવો વરસાદ…એવો વરસાદ કે હાજા ગગડી જાય….

ઝીલો કી નગરી નૈનીતાલમાં મેઘરાજાએ એવો પ્રેમ વરસાવ્યો..એવો પ્રેમ વરસાવ્યો કે 24 કલાકમાં દે દનાદન…લઇ લો કેટલુ પાણી જોઇએ છે…એમ કહીને અનરાધાર વરસાદથી નૈનીતાલનો મશહુર માલ રોડ પાણી પાણી થઇ ગયો…નૈનીની જાણીતી ઝીલ કે જ્યાં એક સમયે ફિલ્મ કટી પતંગનું ગીત- જિસ ગલી મેં તેરા ઘરના હો બાલમા…નું શૂટીંગ થયું તે ઝીલ છલકાઇ ગઇ….ઝીલ કહેતા તળાવનું પાણી ઉભરાઇને બહાર રોડ પર વહેવા લાગ્યું…કાઠગોદામ રેલ લાઇન ધોવાઇ ગઇ…કેટલાય પુલોને અસર…સ્થાનિક લોકોની સાથે પ્રવાસની સીઝનમાં ફરવા આવેલા પર્યટકો પણ ફસાયા અને એમને બચાવવા આર્મી..એરફોર્સ અને એનડીઆરએફની ટીમોને કામે લગાડવામાં આવી…કેટલાય તણાઇ ગયા….

આ તમામ દ્રશ્યો જોઇને એમ લાગે કે ચોમાસાની સીઝન હજુ ગઇ નથી…હજુ ચોમાસુ ચાલુ જ છે…! અને વર્ષમાં લગભગ એવુ જ રહે એવા ફેરફારો જળવાયુમાં થઇ રહ્યાં છે, જેને કલાઇમેટ ચેન્જ કહેવામાં આવે છે. તેનો સામનો કરવા દુનિયાના મોટા દેશોએ અબજોનું બજેટ ફાળવ્યું છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડુ આવ્યું એવા અનેક વાવાઝોડા માટે કલાઇમેટ ચેન્જ પરિબળ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. તૌકતેએ ખેતીને નુકશાન પહોંચાડ્યું એટલે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા કે જો આ રીતે વાવાઝોડા..ભારે વરસાદ અને પછી કમોસમી વરસાદ આવ્યાં કરે.. તૈયાર પાક ખળીમાં મૂક્યો હોય અને વરહાદ આવે તો અમારે કરવુ હું…..!?

બિન મૌસમ બરસાત…અને, બરસાત મેં હમ સે મિલે તુંમ સજન તુમસે મિલે હમ..બરસાત મેં..તાકધિનાધીન..આ બિનમૌસમ વરસાદ કે જળવાયુ પરિવર્તનની અસરોને ધ્યાનમાં રાખીને માનવીની જીવનશૈલીમાં પણ પરિવર્તન આવવાનું છે તો ગુજરાત અને ભારત સહિત વિશ્વ આખામાં ખેતીને પેટર્ન બદલાઇ જાય તેમ છે. તેનો સામનો કરવા ખેડૂતોએ કમર કસવી પડે. ખેતીમાં ફેરફાર કરવા પડશે..જે પાક લેતા હોય તેમાં પરિવર્તન કરવુ પડશે…અને કલાઇમેટ ચેન્જને અનુરૂપ ખેતીવાડી કરાશે તો જ ખેતી ફળશે…અને સારી કિંમત મળશે.

આવનારા સમયમાં ગ્લેશિયર એટલે બરફના પહાડો પિગળતા જશે તેમ તેમ તેનુ પાણી દરિયામાં ભળશે અને દરિયાની સપાટીમાં વધારો થતાં થતાં એટલો વધારો થશે કે મુંબઇ સહિતના દરિયા કિનારના શહેરો, ચલ દરિયા મેં ડૂબ જાયે..ની જેમ હતા-નહતા થઇ જવાની ચેતવણીની પાછળ આ કલાઇમેટ ચેન્જ જ જવાબદાર છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યુ કે પૃથ્વીના વાતાવરણમાં ગરમી વધી રહી છે-ગ્લોબલ વોર્મિંગ- અને એ ગરમીને કારણે બરફના પહાડો પિગળશે અને દરિયો ઉંચો આવશે…! ગુજરાતમા પણ તેની અસર જોવા મળી શકે કેમ કે ગુજરાત પાસે 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો છે અને ભલે મુંબઇ જેવા શહેરો ગુજરાતમાં દરિયા કિનારે નથી છતાં જે માનવ વસાહતો આવેલી છે તેમને અસર થઇ શકે..

ગ્લોબલ વોર્મિંગ ખરેખર તો ગ્લોબલ વોર્નિંગ છે, ચેતવણી છે અને તેના માટે માનવીને વિજ્ઞાનીઓએ જવાબદાર ઠેરવીને વાતાવરણ ગરમ થાય એવા ઉપકરણોનો વપરાશ ઓછો કરવાની ભલામણો કરે છે. પણ એવા ઉપકરણો અમેરિકા સહિત દુનિયાના કોઇ દેશમાં બને જ નહીં અને કોઇ બનાવે જ નહીં એવી ભલામણો થતી નથી…એવા કાયદા બનતા નથી..ઉપકરણો બનશે જ નહીં તો કોઇ વપરાશ પણ થશે નહીં.. પણ આ તો કેવુ છે કે સિગારેટ બનાવનાર કંપનીઓ ઉત્પાદન કર્યા કરે અને સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારકની ચેતવણી ઠેર ઠેર વંચાયા કરે…! હાં, એટલુ જરૂક થયું હશે કે જેમ જેમ સિગારેટ વગેરે. હાનિકારક પ્રોડક્ટ મોંઘી થતી ગઇ તેમ તેમ તેનો વપરાશ પણ ઓછો થતો ગયો છે. રોજના બે પેકેટ પિનાર હવે એક પેકેટ સિગારેટના ધૂમાડા છોડી રહ્યાં છે.

ભારતે કદાજ હવે અન્ય દેશોની જેમ બારે માસ વરસાદ…બારે માસ ઠંડી…બારે માસ ગરમી…થી ટેવાઇ જવુ પડશે અને આ ગીત ગાવુ પડશે- એક ઋત આયે…એક ઋત જાયે…મૌસમ બદલે ના બદલે નશીબા….!!

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી