કચ્છ બાદ દ્વારકામાંથી પકડાયો કરોડોના ડ્રગ્સનો મોટો જથ્થો

ડ્રગ્સ હેરાફેરીનું કેન્દ્ર બની રહ્યું છે ગુજરાત

રાજ્યમાંથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે. ગુજરાત જાણે ડ્રગ્સ હેરાફેરીનું કેન્દ્ર બની રહ્યું છે તેવુ ચોક્કસ લાગી રહ્યું છે. મુંદ્રામાં ઝડપાયેલા  કરોડોના બાદ આજે દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુ જથ્થો મળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત ATSએ આંતરરાષ્ટ્રીય બજારમાં 300 કરોડ કરતા વધુ કિંમતના ડ્રગ્સના જથ્થાને દ્વારકાના આરાધના ધામ પાસેથી ઝડપી પાડ્યો છે. સમુદ્ર રસ્તેથી ફરીથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું કૌભાંડ પ્રાથમિક માહિતી પ્રમાણે લાગી રહ્યું છે. પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે. ડ્રગ્સના બનવોમાં પોલીસ નાની માછલીઓને પકડી મોટા મગરને છૂટા મૂકી દે છે તેનું જ પરિણામ છે કે ગુજરાતમાં એક બાદ એક ડ્રગ્સના મોટા જથ્થા ઝડપાઇ રહ્યા છે.

નોંધનીય છે કે થોડા ઘણા મહિનાથી ગુજરાત જાણે ડ્રગ્સ માટે ગેટ વે બની રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં એક બાદ એક ડ્રગ્સનાં જથ્થા ઝડયાવાના મામલા વધતાં જઈ રહ્યા છે. ખાસ કરીને રાજસ્થાન બોર્ડર અને ગુજરાતનાં દરિયા કિનારાનો પણ આ ડ્રગ્સની હેરફેરનાં કાળા કામમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે દ્વારકામાંથી આજે ફરી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાતાં ખળભળાટ મચ્યો છે. નોંધનીય છે કે થોડા સમયમાં જ દ્વારકા રેન્જનાં SP તમામ વિગતો સાથે પત્રકાર પરિષદ કરે તેવી શક્યતા છે. 

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી