હાર્યા પછી છમ્મા છમ્મા ગર્લ ઉર્મિલાને પંજો ન ભાવ્યો

લોકસભાની ચૂંટણીમાં ઉત્તર મુંબઈની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચુકેલી બોલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોડકર કોંગ્રેસને અલવિદા કરે તેવી શકયતા ચર્ચાઈ રહી છે. ઉર્મિલાએ પોતાની હારનું ઠીકરું કોંગ્રેસ કાર્યકર્તાઓના માથે ફોડ્યું છે.

ઉર્મિલા માતોડકરના નજીકના સૂત્રો પ્રમાણે, અભિનેત્રીને ભાજપ અને શિવસેના તરફથી પાર્ટીમાં શામેલ થવાની ઓફર્સ મળી રહી છે. ઉર્મિલા પણ આ દિશામાં ગંભીરતાપૂર્વ વિચાર કરી રહી છે.આ ઘટનાક્રમ વચ્ચે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ ઉર્મિલા માતોડકરને પોતાની પાર્ટીમાં શામેલ કરવા પ્રયાસો કરાઈ રહ્યા છે. જોકે આવનાર દિવસોમાં ઉર્મિલા પોતાનું વલણ નક્કી કરશે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી