September 21, 2020
September 21, 2020

સાસંદ હસમુખ પટેલ બાદ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના સંક્રમિત

પાટીલ સાથે પાટણ ગયેલા ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોનાગ્રસ્ત

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ચારેક દિવસથી તો કોરોનાના દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. આજે ભાજપના વધુ બે નેતાઓ કોરોનાના શિકાર બન્યા છે.

સાંસદ હસમુખ પટેલ બાદ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના સંક્રમિત થયા છે. જેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો ભાજપના અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે કોવિડ વિજય રથના લોન્ચિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારે હસમુખ પટેલ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, ભાજપના ચોથા સાંસદ કોરોના સંક્રમિત બન્યા છે. 

પાટણની મુલાકાત દરમિયાન ભાજપા પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાથે ભરત પંડ્યા પણ ગયા હતા અને આ કાર્યક્રમ બાદ ભરત પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે કોરોનાનું સંકટ હોવા છતા સી.આર. પાટીલના કાર્યક્રમ યોજાયા હતા. અને સૌરાષ્ટ્ર મુલાકાત બાદ પણ અનેક નેતાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમના પ્રદેશ કાર્યલાયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, 2 સફાઈકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. કમલમમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કાર્યાલયની ઓફીસ બહાર રીબીનવાળા બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

 24 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર