નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન, પુણેમાં નાઈટ કર્ફ્યૂ

અકોલામાં શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવાર સવારે 8 વાગ્યા સુધી લોકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. અકોલામાં શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવાર સવારે 8 વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

નાગપુર, અકોલા ઉપરાંત પુણેમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. પુણેમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં 31 માર્ચ સુધી સ્કૂલ, કોલેજને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે પુર્ણેમાં હોટલ, બાર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ નિયમ મોલ, થિયેટર પણ લાગુ થશે.

મહારાષ્ટ્ર-કેરળ સહિત આ રાજ્યોમાં વધી રહ્યું છે સંકટ

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસનો સંકટ ફરી એકવાર લોકોને ડરાવી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 23 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જે છેલ્લા થોડા દિવસોમાં સૌથી મોટો આંકડો છે. ચિંતનાની વાત એ છે કે, મહારાષ્ટ્ર, કેરળ સહિત કુલ 6 રાજ્યોમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે.

 86 ,  1