VIDEO : ચાલુ ઈવેન્ટમાં સોનમના શર્ટના બટન ખુલી ગયા પછી…

બોલિવૂડની ફેશન આઇકોન સોનમ કપૂર Oops મોમેન્ટનો શિકાર!

બોલિવૂડ અભિનેત્રીઓ દરેક ઈવેન્ટ અને શોમાં ફેશનના પગલે અલગ-અલગ પ્રકારના ડ્રેસ પહેરે છે બીજી બાજુ આવા જ ડ્રેસના કારણે ક્યારેક અભિનેત્રીઓને શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. તાજેતરમાં જ બોલિવૂડની ફેશન આઇકોન સોનમ કપૂર સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. એક ઈવેન્ટ દરમિયાન તેના ડ્રેસને કારણે સોનમને શરમજનક થવું પડ્યું હતું.

એક્ટ્રેસ સોનમ કપૂરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાના આઉટફીટને લઇને એક્સપ્રીમેન્ટ કરી રહી છે પરંતુ આ વખતે તેની સ્ટાઇલ તેના પર જ ભારે પડી ગઇ હતી. એક ઇવેન્ટ દરમિયાન તેણે બ્લેક અને વ્હાઇટ પ્રીન્ટેડ સાડી પહેરી હતી અને તેને શર્ટ સાથે પેર કરી હતી. આ ડ્રેસમાં તે આખી ઇવેન્ટ દરમિયાન કમ્ફર્ટેબલ નહોતી. તે સ્પીચ આપવા માટે ઉભી થાય છે ત્યારે જ તેની સાડી પડવા લાગે છે અને ત્યાં રહેલા લોકો તેને સંભાળે છે.

સોનમ કપૂરના શર્ટના બટન પણ ખુલી જાય છે અને તે ખરાબ રીતે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. એક્ટ્રેસ જેમ તેમ કરીને તે મોમેન્ટને સંભાળીને આગળ વધે છે પરંતુ તે પોડીયમ પર શર્ટના બટન બંધ કરવાનો પ્રયત્ન કરતી પણ દેખાય છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ ડ્રેસમાં સોનમ ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ આ સુંદર ડ્રેસના કારણે સોનમને શરમાવું પડ્યું.

 64 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી