September 26, 2022
September 26, 2022

શાઓમી, ઓપ્પો પછી આ ફોનમાં આવશે અન્ડર કેમેરા સેલ્ફીનું ફીચર

આજકાલ અન્ડર ડિસ્પ્લે કેમેરાવાળો ફોન ખુબજ ટ્રેન્ડમાં છે. ટેકનોલોજીએ જે રીતે હરણ ફાળ ભરી છે તેને જોતાં સતત નવી નવી ટેકનોલોજીને લઈને દિગ્ગજ કંપનીઓ સ્માર્ટફોન લઈને આવે છે. શાઓમી અને ઓપ્પો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી ચુક્યા છે અને હવે ઓનર પણ અન્ડર ડિસ્પ્લે કેમેરાવાળો ફોન લઈને આવે છે.

પંચહોલ અને નોચ સેલ્ફી કેમેરા બાદ હવે અન્ડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરો ટ્રેન્ડ કરી રહ્યો છે. આ જ કડીમાં ઓપ્પો અને શાઓમી બાદ હવે ઓનર કંપની પણ જોડાઈ ચુકી છે. ઓનર કંપની હવે અન્ડર ડિસ્પ્લે કેમેરા વાળો ફોન લાવવાની તૈયારીમાં છે. હાલમાં જર્મનીમાં વિનફ્યુચરે ઓનરની એક પેટન્ટને જોઈ છે. આ પેટન્ટમાં જે સ્માર્ટફોનને બતાવવામાં આવ્યો છે તેમાં ડિસ્પ્લેની ઉપર આ પેટન્ટ જોવા મળી છે. એક સર્ક્યુલર એરીયા સેલ્ફી કેમેરા સાથે આ ડિવાઈસને અન્ડર ડિસ્પ્લે કેમેરા આપવામાં આવશે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી