પાટીલના નિર્ણય બાદ અમદાવાદમાં આ સિનિયર નેતાઓનું પત્તું કપાશે

અમદાવાદમાં 23થી વધુ કોર્પોરેટર 60થી વધુ ઉંમરના

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત પર સૌની નજર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આ વખતે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહીં આપે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપે કેટલાક માપદંડ નક્કી કર્યા છે. જેમાં  ભાજપમાં 60 વર્ષથી વધુ ઉંમરના દાવેદારને ટિકિટ નહી આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ નેતાઓના પરિવારના સભ્ય કે સગાને ટિકિટ નહીં મળે. 3 ટર્મ પૂરી થઇ હોય તેને પણ પક્ષ ટિકિટ નહીં આપે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સુરત, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાના ઉમેદવારો પણ આજે નક્કી થશે. તો 4 ફેબ્રુઆરીથી ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરશે.

આ નિર્ણય મુજબ અમદાવાદની સ્થિતિ જોઈએ તો કુલ 39 કોર્પોરેટરોને ટિકિટ ન મળે તેવી શક્યતા ઊભી થઈ છે. જેમાં 26 કોર્પોરેટરો એવા છે જેમની ઉંમર 60 કે તેથી વધુની છે. આ પૈકીના પાંચ કોર્પોરેટરો 3 ટર્મથી વધુ વખત ચૂંટાઈ આવ્યા છે અને તેમની ઉંમર 60થી વધુ છે. જ્યારે બાકીના 21 કોર્પોરેટરો ત્રણ ટર્મથી વધુ વખતથી ચૂંટાઈ આવે છે. આ ઉપરાંત અમદાવાદ ભાજપના ત્રણ સિનિયર નેતાઓએ તેમના દીકરા માટે ટિકિટ માગી છે. મ્યુનિ. ભાજપના નેતા અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને કોર્પોરેટર તુલસી ડાભીનો સમાવેશ થાય છે.

23થી વધુ કોર્પોરેટર 60થી વધુ ઉંમરના

 • કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ
 • કિશોર થવાણી
 • પુષ્પા મિસ્ત્રી
 • ધનજી પ્રજાપતિ
 • કલ્પના વૈદ્ય
 • અમૂલ ભટ્ટ
 • જયંતી યાદવ
 • ચંચળ પરમાર
 • કાશ્મીરા શાહ
 • ક્રિષ્ના ઠાકર
 • કાશી પરમાર
 • હેમા આચાર્ય
 • હીરા પટેલ
 • કપિલા ડાભી
 • જયશ્રી જાગરિયા
 • અમિત શાહ
 • અરુણા શાહ
 • જયશ્રી પંડ્યા
 • રાજેન્દ્રસિંહ સોલંકી
 • કલા યાદવ
 • કલાવતી કલબુર્ગી
 • ફાલ્ગુની શાહ
 • તારા પટેલ

કોણે કોણે પુત્ર માટે ટિકિટ માગી

 • પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ
 • મ્યુનિ. ભાજપ નેતા અમિત શાહ
 • કોર્પોરેટર તુલસી ડાભી

પાંચ ટર્મથી વધુ ચૂંટાયેલા

 • અમિત શાહ – વાસણા
 • કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ – ખાડિયા
 • મયૂર દવે – ખાડિયા

ચાર ટર્મથી ચૂંટાયેલા

 • બિપિન સિક્કા – સરદારનગર
 • દિનેશ મકવાણા – સૈજપુર બોઘા
 • ગૌતમ શાહ – નારણપુરા
 • મહેન્દ્ર પટેલ – ખોખરા
 • પ્રવીણ પટેલ – શાહીબાગ
 • બિપિન પટેલ – અસારવા
 • મધુબેન પટેલ – વસ્ત્રાલ

ત્રણ ટર્મથી ચૂંટાયેલા

 • વલ્લભ પટેલ – નરોડા
 • બીજલ પટેલ – પાલડી
 • તારાબેન પટેલ – કુબેરનગર
 • રમેશ પટેલ – મણિનગર
 • નિશાબેન ઝા – મણિનગર
 • ફાલ્ગુની શાહ – શાહપુર
 • અરુણાબેન શાહ – ઠક્કરબાપાનગર
 • ચંચળબેન પરમાર – સાબરમતી
 • ભાવનાબેન નાયક – ખાડીયા
 • રમેશ દેસાઇ (આરડી) – નવાવાડજ
 • રમેશભાઇ દેસાઇ – ઇન્દ્રપુરી

 98 ,  1