પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGમાં ધરખમ ભાવવધારો

મોંઘવારીના માર વચ્ચે પ્રજાને વઘુ એક ડામ

કોરોના કાળમાં આર્થિક મુશ્કેલી અને મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક બળબળતો ડામ સહન કરવાનો વારો આવ્યો છે. હવે પેટ્રોલ ડિઝલ બાદ CNG માં ભાવ વધારો ઝીંકાયો છે. CNG ગેસમાં રુપિયા 2.56નો વધારો કરાયો છે. CNG ગેસનો જૂનો ભાવ પહેલાં 56.30 રુપિયા હતો જ્યારે હવે નવો ભાવ 58:86 રુપિયા થઇ ગયો છે. રૂ.2.56નો આ નવો ભાવ વધારો આજથી જ લાગુ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડિઝલમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો થયાવત રહ્યો છે. પેટ્રોલમાં આજે પણ પ્રતિ લિટરે 24 પૈસાનો વધારો થયો છે. તો ડીઝલમાં પ્રતિ લિટરે 33 પૈસાનો વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના પ્રતિ લિટરે ભાવ 100 રૂપિયા નજીક પહોંચી ગયા છે. દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે. ગુજરાતમાં પણ કેટલાક શહેરોમાં પેટ્રોલ રૂ. ૧૦૦ને પાર થઈ ગયું છે જ્યારે ડીઝલે પણ રૂ. ૯૯ની સપાટી વટાવી દીધી છે.

બીજી બાજુ દિલ્હી એનસીઆરમાં પણ CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે કુદરતી ગૅસના ભાવમાં 62 ટકાનો વધારો કર્યો છે. જેથી CNG ના ભાવમાં દિલ્હીમાં 2.28 અને નોયડામાં 2.55 પ્રતિ કિલોએ વધારો કરાયો છે. જેથી સામાન્ય લોકોને આનાથી આંચકો લાગ્યો છે. કારણ કે, સીએનજી અને પીએનજીના ભાવ વધી ગયા છે.

 82 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી