કોંગ્રેસને રામ રામ કહી ભગવો ધારણ કરનાર ગાવિતે આપી પ્રતિક્રિયા, કહ્યું – ડાંગના વિકાસ માટે ભાજપમાં જોડાયો

કેસરિયા કર્યા બાદ મંગળ ગાવિતે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

ડાંગ નાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત વિધિવત રીતે ભાજપમાં જોડાતા જિલ્લાના રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે. મંત્રી ગણપત વસાવા , મંત્રી ઈશ્વર પરમાર, પૂર્વ મંત્રી કરશન પટેલ અને સાંસદ કે.સી.પટેલ  ની હાજરીમાં માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે આહવા ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.ધારસભ્ય પદે થી રાજીનામું આપ્યા બાદ મંગળ ગાવીતે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માથી ટિકિટ માંગી હતી જોકે  ભાજપે મંગળ ગાવિતને ટીકીટ ન આપી પરંતુ પાર્ટીમાં જોડી કોંગ્રેસનાં પરંપરાગત મતો પોતાના તરફ કરવાનો રાજકીય દાવ ખેલ્યો છે. આ પ્રસંગે મંગળ ગાવિતે કૉંગ્રેસ નો હાથ છોડી ભાજપને સાથ આપવાનું નક્કી કર્યું હતું.

ભાજપમાં જોડાયા બાદ મંગળ ગાવીતે જણાવ્યું હતું કે ‘મારા ડાંગના વિકાસ માટે હું આજે ભાજપમાં જોડાયો છું, મારી સાથે ડાંગ કૉંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પહેલાં તો પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલને ભાજપમાં જીતાડવાનું લક્ષ્ય છે ત્યારબાદ ઼ડાંગના મારા આદિવાસી ભાઈ-બહેનોના ઉત્થાન માટે જે કામ કરવાના અધૂરાં છે તે પૂર્ણ  કરીશ અને ભાજપમાં રહીને ડાંગનો વિકાસ થાય તે માટે કાર્યરત કરતો રહીશ.

3જી નવેમ્બરે ગુજરાત રાજ્યની ખાલી પડેલ 8 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં 173 ડાંગ વિધાનસભાની આદિવાસી બેઠક  પણ સમાવિષ્ટ છે. ગત માર્ચ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી ટાણે  કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી મંગળભાઈ ગાવીતે રાજીનામું આપ્યું હતું. ત્યારે આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે રાજ્યમાં ભાજપની સરકાર હોઈ અહીં વિકાસ ન થતો હોવાનું કહી રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. 

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર