દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અમિત શાહે બંગાળનો પ્રવાસ રદ્દ કરી સુરક્ષા અધિકારઓની સાથે કરી બેઠક

બ્લાસ્ટ બાદ શાહે શનિવારનો પોતાનો બંગાળ પ્રવાસ રદ્દ કરી નાંખ્યો 

રાજધાની દિલ્હીમાં ઇઝરાયલ એમ્બેસી પાસે શુક્રવાર સાંજે IED વિસફોટ થતાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સાંજે 5.45 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતાથી ત્રણ કાર ક્ષતિગ્રસ્ત થઈ છે. આ બ્લાસ્ટને લઈ દેશના તમામ એરપોર્ટ પર અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

તો બીજી તરફ અમિત શાહે મોરચો સંભાળ્યો છે, આ સાથે એજન્સીઓ સાથે બેઠક યોજી રહ્યા છે એટલું જ શાહે બંગાળ પ્રવાસ પણ રદ્દ કરી નાંખ્યો છે.

દિલ્હીમાં થયેલા ધમાકા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સુરક્ષા અધિકારઓની સાથે બેઠક કરી .બેઠકમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં દિલ્હી પોલીસે આ મામલામાં જલ્દી પોતાની તપાસ પુરી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે ગુપ્તચર એજન્સિઓ દરેક શક્ય મદદ દિલ્હી પોલીસને પુરી પાડવાના નિર્દેશ આપ્યા છે. શાહ શનિવારે પણ બેઠક કરી શકે છે. દિલ્હીમાં ખેડૂતોનુ પ્રદર્શન ચાલુ છે અને શુક્રવારે સાંજે ધમાકો થયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારનો પોતાનો બંગાળ પ્રવાસ રદ્દ કરી નાંખ્યો છે.

નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે આ મામલે ઇન્ટેલિજન્સ બ્યૂરો અને દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરી હતી, જો કે NIA ની ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે, ત્યાં જ ઇઝરાયેલના રાજદૂતે કહ્યું હતું કે દૂતાવાસમાં બધા સુરક્ષિત છે અને અમે વિદેશ મંત્રાલય અને દિલ્હી પોલીસનો સહયોગ કરી રહ્યા છીએ. પોલીસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે અમેક કેસ દાખલ કર્યો છે અને સ્પેશિયલ સેલ ઘટનાની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે નવી દિલ્હી સ્થિત ઈઝરાઈલના દૂતાવાસની પાસે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી. ઈઝરાઈલ તરફથી આને આંતકી વિસ્ફોટ કરાર કરવામાં આવ્યો તો ભારતે કહ્યું ગુનેગારોને છોડીશું નહીં. ધમાકા બાદ યુપી અને મહારાષ્ટ્ર સહિત અનેક અન્ય રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર