બજેટ બાદ હવે RBIની સમીક્ષા બેઠકના નિર્ણય પર મંડાયેલી મીટ

ફુગાવાના ઊંચા દરને ધ્યાનમાં રાખતા વ્યાજ દરમાં ઘટાડાની શકયતા ઓછી

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને દેશની જાહેર ક્ષેત્રની બેન્કોને બળ પૂરું પાડવા બજેટમાં ખાસ બેડ બેન્ક સ્થાપવાની જાહેરાત કરી છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા હવે બેન્કો માટે કેવી ભૂમિકા ભજવે છે તે જોવાનું રહે છે. નાણાં નીતિની સમીક્ષા કરવા રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની બેઠક આજથી અહીં શરૂ થઈ રહી છે.

નાણાં પ્રધાને બજેટમાં જે છૂટછાટો પૂરી પાડી છે તેને જોતા આરબીઆઈ પોતાનું એકોમોડેટિવ સ્ટેન્સ જાળવી રાખશે એટૅલું જ નહીં વ્યાજ દરમાં કોઈપણ ફેરબદલ કરશે નહીં એવી એક વિશ્લેષકે શકયતા વ્યકત કરી હતી.

તાજેતરમાં ફુગાવાના દરમાં ઘટાડો ખાધાખોરાકીના ભાવમાં થયેલા ઘટાડાને કારણે જોવા મળ્યો છે. મુખ્ય ફુગાવો હજુ નીચે નથી ગયો. ૬ સભ્યોની એમપીસીની બેઠક ૩થી ૫ ફેબુ્રઆરી દરમિયાન યોજાનાર છે. બેઠકના નિર્ણય પાંચમીએ જાહેર થનાર છે.

આ અગાઉ ગયા વર્ષના મેમાં રિઝર્વ બેન્કે મુખ્ય વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. ગયા વર્ષના ફેબુ્રઆરીથી અત્યારસુધીમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. રિટેલ ફુગાવો ભલે ઘટયો હોય પરંતુ તેની માત્રા હજુપણ ઊંચી છે. આર્થિક વિકાસને નાણાં નીતિનો ટેકો મળવો જરૂરી છે અને આ માટે જ રિઝર્વે બેન્કે એકોમોડેટિવ સ્ટેન્સ જાળવી રાખ્યું હોવાનું અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું.

 22 ,  1