September 23, 2020
September 23, 2020

ભાવનગર : ઇન્જેક્શનનો કાળો કારોબાર..! દર્દીના મોત બાદ તંત્ર આવ્યું હરકતમાં, કમિટીની રચના કરી તપાસના આદેશ

દર્દીના નામે ઇન્જેક્શન લાવી ડોકટર્સે અન્ય દર્દીને આપી દીધા, ઇન્જેક્શન ન મળતા દર્દીનું મોત

ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં કોરોના દર્દીના નામે રેમડેસિવીર ઇન્જેક્શન લાવી અન્ય દર્દીઓને આપી દેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. જે દર્દીને ઇન્જેક્શનની જરૂર હતી તેના બદલે અન્ય દર્દીને આપવામાં આવ્યું હતું. ઇન્જેક્શન ન મળતા દર્દીનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તો બજી તરફ આ મામલે વિવાદ વધુ વકળતા તંત્ર હકતમાં આવી કમિટીની રચના કરી તપાસના આદેશ આપ્યા છે.

દર્દીના આધાર કાર્ડનો ઉપયોગ કરીને હોસ્પિટલના ડોકટર્સે 6 રેમેડેસિવિર ઈન્જેક્શન મંગાવ્યા હોવાની હકિકત બહાર આવી. જે બાદ દર્દીની તબિયત લથડતા દર્દી માટે ઈન્જેક્શન લેવા જતા સમયે આ સમગ્ર હકિકત બહાર આવી હતી. જેથી દર્દીના પરિવારજનોએ હોબાળો કરીને ડોકટર દ્વારા છેતરપિંડી કરાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.

વિગત મુજબ, ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે આવેલ ચંદ્રકાંત શાહ નામના દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સગા સંબંધી પાસેથી હોસ્પિટલના પ્રકાશ કટારીયા નામના ડોક્ટરે આધાર કાર્ડ લઇ અને દર્દીના નામે ભાવનગરની બીમ્સ હોસ્પિટલમાંથી રેમડેસિવીરના 6 ઇન્જેક્શનો જે કોરોના દર્દીને ગંભીર હાલતમાં આપવામાં આવે છે, તે ઇન્જેક્શન મેડિકલ ઓફિસર ખોટી સહી કરી અને દર્દીના સગાની જાણ બહાર મેળવી અને અન્ય દર્દીને આપી દેવામાં આવ્યા હતા.

તો બીજી તરફ જ્યારે ચંદ્રકાંત શાહની તબિયત લથડતા તેમને ઇન્જેક્શનની જરૂર પડતાં તેમના સગા સંબંધીઓને રેમડેસિવીર ઇન્જેક્શન લાવવા કહેવામાં આવ્યું હતું. જેને લેવા આધારકાર્ડ લઈને લેવા જતાં પરિવારને સમગ્ર હકીકતની જાણ થઈ કે, તેમના નામે ઇન્જેક્શન ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવાયા છે. ત્યારે ચંદ્રકાંત શાહનું અવસાન થતાં પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો પર આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલ દ્વારા તેમના નામે ઇન્જેક્શન લઇ અન્ય દર્દીઓને ઉંચા ભાવે વેચી દીધા છે. અને જ્યારે ખરેખર તેમને ઇન્જેક્શન જરૂર પડી ત્યારે ઇન્જેક્શન ન મળતાં તેમનું અવસાન થયું છે.

ત્યારે મામલો વધુ ઉગ્ર બનતા જવાબદાર તંત્ર હરકતમાં આવ્યું છે અને આ સમગ્ર મામલે તંત્ર દ્વારા કમિટીની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

 130 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર