લગ્ન બાદ પતિ લંડન જતો રહ્યો, અને પત્નીનો ફોન બ્લોક કરી દીધો

સાસરીયાના ત્રાસથી કંટાળી પત્નીએ પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવી

મણિનગર પોલીસે શારિરીક માનસિક ત્રાસ અને ઠગાઇ મામલે તપાસ શરૂ કરી

શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી યુવતીએ લંડન સિક્યુરીટી ઓફિસર તરીકે ફરજ નિભાવી રહેલા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ સ્પાઉચ વિઝા અપાવશે તેમ કહ્યું હતું પરંતુ વિઝા કરાવ્યા નહી. બીજી તરફ સાસરીયાએ ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. જેથી કંટાળી પત્નીએ લંડન રહેતા પતિ સહિતના સાસરીયા સામે મણિનગર પોલીસ મથકમાં શારિરીક માનસિક ત્રાસ અને ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના મણિનગર વિસ્તારમાં સ્નેહાને લગ્ન કરવાના હોવાથી ન્યૂઝ પેપરમાં લગ્ન વિષયક જાહેરાતો જોતી હતી. આ દરમિયાન તેનો સંપર્ક મોહિત સાથે થયો હતો. પછી બન્ને પરિવારની સમંતી લગ્ન 25 ઓક્ટોબરના 2018ના રોજ થયા હતા. પતિ લંડન ખાતે સિક્યુરીટી ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. તેથી તે લગ્ન કરવા માટે 45 દિવસની રજા લઇને આવ્યો હતો. પતિની રજા પુરી થતા તે લંડન પરત જતો રહ્યો હતો. પતિ ગયા બાદ પણ સ્નેહા સાસરીમાં ત્રણ મહિના સુધી રહી હતી. આ દરમિયાન સાસરીયાએ નાની નાની વાતે મહેણાં ટોણાં મારવાના શરૂ કરી દીધા હતા. તેથી આ અંગે સ્નેહાએ પતિને જાણ કરતા તેણે જણાવ્યું હતું કે, હું તારા સ્પાઉચ વિઝાની પ્રોસેસ કરાવું છું તેથી તું હાલ પુરતી સાસરીમાં શાંતિથી રહેજે. જેથી સ્નેહા સાસુ સહિતના લોકોનો ત્રાસ સહન કરતી હતી. ત્રાસ વધતા સ્નેહાએ મોહિતને ફોન કર્યો હતો. જેથી મોહિતે પણ તેના પરિવારનો પક્ષ લઇ સ્નેહા સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેણે ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા હતા.

સાસરીયા કહેતા હતા કે, તારા પરિવારે અમારા સમાજ મુજબ કરિયાવર આપ્યું નથી. જેથી આ મામલે પતિને જાણ કરવા ફોન કર્યો હતો. પરંતુ પતિએ તેનો નંબર બ્લોક લિસ્ટમાં નાંખી દીધો હતો. આ દરમિયાન સ્નેહા બિમાર થઇ ગઇ હતી. ત્યારે બ્લડ ટેસ્ટની જરૂર ઉભી થતા ઘરે યુવક બ્લડ લેવા આવ્યો હતો. ત્યારે સાસુએ કહ્યું હતું કે, તારા માતા-પિતા અમને ખોડી, અપંગ અપાહીઝ ભટાકવી દીધી છે તું લંડનમા ના ચાલે. આવી વાત સાંભળી સ્નેહાએ પોતાના પિતાને જાણ કરી હતી પરંતુ પિતાએ પણ તેને સમજાવી રાખી હતી.

પરંતુ ત્યારબાદ થોડા સમય પછી પાછો સાસરીયાએ ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો અને પતિએ ફોન બ્લોકમાં નાંખી દીધો હતો. જેથી સ્નેહાએ આ મામલે લંડન રહેતા પતિ સહિતના લોકો સામે શારિરીક માનસિક ત્રાસ અને ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 32 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર