રાજકોટમાં ન્યૂડ શો બાદ હવે ગેંગરેપની ઘટના બહાર આવી…

ગોંડલ નજીક 8 નરાધમોએ મહિલા પર આચર્યું સામુહિક દુષ્કર્મ

પરિચીત શખ્સે યુવતીને પૈસા આપવાની લાલચ આપી કારમાં લઈ જઈ અન્ય શખ્સો સાથે મળી હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને કારમાં બેસાડી ગોંડલ પાસેની વાડીમાં લઈ જઈને માર મારી આઠ જેટલા સખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધતું હોય તેવું લાગી રહ્યું છે અનેક વાર હત્યા, અપહણર, દુષ્કર્મ અને લૂંટના કેસ સામે આવતા હોય છે ત્યારે રાજકોટના ગોંડલમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. 

મહિલાને પૈસા આપવાની લાલચ આપી પરિચિત શખ્સ મહિલાને કારમાં લઈ ગયો હતો જે બાદ મહિલાને માર મારી તેની સાથે દુષ્કર્મ કરવા આવ્યું હોય તેવું સામે આવ્યું છે, મહિલા પર 8 જેટલા શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. હાલ તો મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જો કે સમગ્ર મામલાની જાણ થતા રાજકોટ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલાને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી