OYO બાદ Walmark Indiaએ કરી કર્મચારીઓની છટણી…

તાજેતરમાં જાણીતી કંપનીઓની ચાલી રહેલી ખોટમાં એર ઇન્ડિયા બાદ હવે હવે ક્રમમાં ઓયો રૂમ્સ ના પણ ખોટના સમાચાર સામે આવી રહ્યા છે. ઓયો રૂમ્સ પર ખોટમાં ચાલી રહેલ વૉલમાર્ટ ઇન્ડિયા (Walmark India) એ પણ પોતાના સ્ટોર્સ બિઝનેસથી જોડાયેલા સીનિયર એક્ઝિક્યૂટિવ (Senior Executive Layoffs)ને છટણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે .

Reuters ના જણાવ્યા મુજબ આજે walmart કંપનીએ ભારતના 56 અધિકારીઓને કંપનીમાંથી નીકાળ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં 8 વરિષ્ઠ પ્રબંધન, અધ્યક્ષ અને સીઇઓ નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, કંપની દ્વારા ગુરુગ્રામ સ્થિત મુખ્યાલયમાં કામ કરતા સોર્સિંગ, એગ્રી બિઝનેસ અને FMCG ડિઝાઇનના વાઇસ પ્રેસિડેન્ટ્સ સહિત 100 થી વધુ સીનિયર એક્ઝિક્યૂટિવ્સની છટણી કરવાની છે. રિપોર્ટ મુજબ વૉલમાર્ટે એક ટાઉનહૉલમાં આ અંગે જાહેરાતની રજૂઆત કરી હતી .

રિપોર્ટમાં જાણવામાં આવ્યું છે કે વૉલમાર્ટને દેશમાં કેશ એન્ડ કેરી વેપારમાં કોઇ ભવિષ્ય નજરે નથી આવી રહ્યું માટે આ વેપારને વેંચવા કે ફ્લિપકાર્ટને બેક એન્ડ સાથે પોતાના કામકાજને મેળવવાની શરૂઆત કરી શકે છે. કંપની મુંબઇમાં ફુલફિલમેન્ટ સેન્ટર બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. તે સાથે જ વૉલમાર્ટ હવે ખોટ બાદ ભારતમાં તેના વધુ સ્ટોર નહીં ખોલે.

ભારતમાં વૉલમાર્ટને પ્રોફિટ ના મળ્યા. ખબર છે કે કંપની આ વર્ષે અનેક લોકોને નોકરીમાંથી નીકાળી શકે છે. કંપનીના સીનિયર અધિકારીઓના હવાલા મુજબ જાણવા મળ્યું છે કે છટણી પહેલા તબક્કો પૂરો થઇ ગયો છે. એપ્રિલમાં બીજા તબક્કો શરૂ થવાને કારણે કર્મચારીઓને નીકાળવામાં આવ્યા છે .

ટાટા ગ્રુપે વૉલમાર્ટના હોલસેલ વેપારને ખરીદવાની વાતચીત હતી. પણ તે પછી તેને આ સોદો ફાયદેમંદ ના લાગ્યો. વૉલમાર્ટે ઇન્ડિયાના બેસ્ટ પ્રાઇઝ સ્ટોર્સને માર્ચ 2019 સુધી 2,180.8 કરોડના રૂપિયાનો લૉસ થયો હતો.

ઉલ્લેખનીય છે કે ગત નાણાંકીય વર્ષમાં વૉલમાર્ટ ઇન્ડિયાનું વેચાણ 4,095 કરોડ રૂપિયા અને ખોટ 1,716 કરોડ રૂપિયા છે. કૈશ એન્ડ કેરી સેંગમેન્ટમાં તેમના પ્રતિદ્વંદી મેટ્રો ટૉપ પર રહ્યું. મેટ્રોના 27 સ્ટોર છે અને તેનું રેવન્યૂ 6,500 કરોડથી વધુ છે.