પનામા કાંડ બાદ હવે પેંડોરા કાંડ મચાવશે હલચલ, સચિનનું પણ છે નામ

દેવાદાર અનિલ અંબાણીએ વિદેશમાં અબજો જમા કર્યો હોવાનો દાવો…

ઈન્ટરનેશનલ કંસોર્ટિયમ ઑફ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ(ICIJ)ના પેંડોરા પેપર્સના ખુલાસાએ ખલબલી મચાવી છે. રવિવારે લીક થયેલા આ દસ્તાવેજોએ ભારત સહિત સમગ્ર દુનિયાભરના 91 દેશોમાં હલચલ પેદા કરી છે. ICIJએ દાવો કર્યો છે કે તેમની પાસે 1.19 કરોડથી વધારે ખાનગી ફાઈલ હાથ લાગી છે. જેણે અમીરોના ગુપ્ત લેવડદેવડનો ખુલાસો કરી દીધો છે.

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગોપનીય દસ્તાવેજોમાં ભારતીય ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, પૉપ મ્યુઝિક સ્ટાર શકીરા, સુપર મોડલ ક્લાઉડિયા શિફર અને ઈટેલિયન મોબસ્ટર જેમને લેન ધ ફેટ વનના નામથી જાણવામાં આવે છે એટલું જ નહીં એશિયાના ધનવાન ઉદ્યોગપતિના ભાઈ દેવાદાર અનિલ અંબાણીએ વિદેશમાં અબજો જમા કર્યો હોવાનો દાવો છે.

આ અનુસાર સચિન તેંડુલકરના વકીલે કહ્યુ છે કે તેમનુ રોકાણ માન્ય અને ટેક્સ અધિકારીઓને જાહેર કરી દેવાયુ છે. શકીરાના વકીલનુ કહેવુ છે કે તેમની કંપનીઓનો ટેક્સનો કોઈ ફાયદો મળતો નથી. ત્યાં શિફરના વકીલે કહ્યુ કે તેઓ યુકેમાં ટેક્સ જમા કરે છે.

પોતાની સંપત્તિઓ સાથે જોડાયેલી જાણકારી છુપાવનાર રાજનેતાઓની સંખ્યાના મામલે પાકિસ્તાન 7 મા અને ભારત છઠ્ઠા નંબર પર છે. પેંડોરા પેપર્સે પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો છે કેમ કે તેમાં વડા પ્રધાન ઈમરાન ખાનના નજીકના અને મંત્રીઓના નામ સામેલ છે. ઈમરાન ખાનના પ્રવક્તાએ કહ્યું કે જો તેમના કોઈ મંત્રી કે સલાહકાર પાસે ગોપનીય સંપત્તિ હોય તો તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે.

ICIJ ના પેંડોરા પેપર્સની યાદીમાં જૉર્ડનના રાજા, યુક્રેન, કેન્યા અને ઈક્વાડોરના રાષ્ટ્રપતિ, ચેક રિપબ્લિકના વડા પ્રધાન અને બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેયરનુ નામ પણ છે. આ દસ્તાવેજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પણ અનૌપચારિક પ્રચાર મંત્રીની ગતિવિધિઓનુ પણ ખુલાસો કરે છે. જેમાં રશિયા, અમેરિકા સહિત દુનિયાના કેટલાક દેશના 130થી વધારે અરબપતિઓના નામ છે.

ICIJ અનુસાર તેમને આ દસ્તાવેજ તે 14 કંપનીઓને મળ્યા છે જે શેલ કંપનીઓ બનાવે છે અને પોતાના ક્લાઈન્ટના નાણાકીય લેવડદેવડને છુપાવવાનો પ્રયત્ન કરે છે. ICIJ ના દસ્તાવેજોમાં સમગ્ર દુનિયાના 336 તાકાતવર રાજનેતાઓ સાથે જોડાયેલી 956 કંપનીઓ વિશે જાણકારી મળી છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી