રાજીનામા બાદ સિદ્ધુએ Video શેર કરીને કહી આ વાત, કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો

રાજીનામા પાછળનું સિદ્ધુએ જણાવ્યું કારણ

પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ વીડિયો શેર કરી એક નિવેદન આપ્યું છે. સિદ્ધુનું કહેવું છે કે તેઓ પોતાના મુદ્દા સાથે સમાધાન નહીં કરી શકે, હક અને સત્યની લડત તેઓ લડતા રહેશે. 

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, વ્હાલા પંજાબીઓ, 17 વર્ષની રાજકીય સફર એક હેતુ સાથે કરી છે. પંજાબના લોકોની જિંદગી સારી બનાવવી અને મુદ્દાની રાજનીતિ કરવી. આ મારો ધર્મ હતો અને આ જ મારી ફરજ છે. મે કોઈ અંગત લડાઈ લડી નથી, મારી લડાઈ મુદ્દાઓની છે. પંજાબનો પોતાનો એક એજન્ડા છે. આ એજન્ડાની સાથે હું મારા હક-સત્યની લડાઈ લડતો રહ્યો છું. આ માટે કોઈ સમાધાન છે જ નહીં. 

નવજોત સિંહ સિદ્ધુએ વધુમાં કહ્યું કે મારા પિતાએ મને એક વાત શીખવાડી છે, જ્યાં પણ મુશ્કેલી ઊભી થાય ત્યાં સત્યની લડાઈ  લડો. જ્યારે પણ હું જોઉ છું કે સત્ય સાથે સમાધાન કરુ છું, જ્યારે હું જોઉ છું કે જેમણે થોડા સમય પહેલા બાદલ સરકારને ક્લિન ચીટ આપી, બાળકો પર ગોળીઓ ચલાવી, તેમને જ ઈન્સાફની જવાબદારી સોંપી હતી. જેમણે ખુલીને જામીન આપ્યા, તેઓ એડવોકેટ જનરલ છે. 

નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીએ મોકલેલી પોતાના પત્રમાં કહેવામાં આવ્યુ કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પડતી સમાધાનથી શરૂ થાય છે, હુ પંજાબના ભવિષ્યને લઈને કોઈ સમાધાન કરી શકતુ નથી. તેથી હુ પંજાબ પ્રદેશ અધ્યક્ષ પદેથી તાત્કાલિક રાજીનામુ આપુ છુ.

નવજોત સિંહ સિદ્ધુનુ રાજીનામુ એટલા માટે પણ ચોંકાવનારૂ છે કેમ કે કોંગ્રેસ હાઈકમાન્ડે જ આમને પ્રદેશ અધ્યક્ષ પદ માટે પસંદ કર્યા હતા સાથે જ તેમની સાથે જ વિવાદના કારણે કેપ્ટન અમરિંદર સિંહે પોતાનુ પદ છોડવુ પડ્યુ હતુ. 

કેપ્ટન અમરિંદર સિંહના પદ છોડ્યા બાદ જ કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવાયા હતા પરંતુ તાજેતરમાં જ જે રીતે પંજાબમાં કેબિનેટ વિસ્તાર થયો તેનાથી નવજોત સિંહ સિદ્ધુ ખુશ નથી.

ચરણજીત સિંહ ચન્નીના મુખ્યમંત્રી બન્યા બાદ જે રીતે તસવીર આવી હતી, તેની પર પણ ઘણો વિવાદ થયુ હતુ, જ્યાં નવજોત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો હાથ પકડ્યા હતા, આની પર કોંગ્રેસની અંદર જ પ્રશ્ન ઉભા થયા હતા.

પંજાબમાં નવા મુખ્યમંત્રી બન્યા બાદ જે રીતે કેબિનેટ તૈયાર થઈ, તેમાં નવજોત સિંહ સિદ્ધુની કંઈ ચાલતુ નહોતુ, કેન્દ્રીય હાઈકમાન્ડે સમગ્ર રીતે પોતાની રણનીતિ પર કામ કર્યુ, માનવામાં આવી રહ્યુ છે કે નવજોત સિંહ સિદ્ધુ આના કારણે જ નારાજ હતા.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી