ટેલિકોમ કંપની Airtel-VI બાદ Jioએ યુઝર્સને આપ્યો ઝાટકો, જાણો નવા ટેરિફ…

catchnews.com

21 ટકા મોંઘા થશે પ્રીપેડ પ્લાન, 1 ડિસેમ્બરથી નવા દર લાગુ

ટેલિકોમ કંપની ભારતી એરટેલ અને Vi પછી રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. Jio પ્રીપેડ પ્લાનને મોંઘા કરવાની જાહેરાત કરી છે અને નવા દર 1 ડિસેમ્બરથી લાગુ થશે. નવા દરો લાગુ થયા બાદ ગ્રાહકોએ પ્રીપેડ પ્લાન મેળવવા માટે 500 રૂપિયા સુધી વધુ ખર્ચ કરવો પડશે.

કંપનીએ JioPhone યુઝર્સ માટે અનલિમિટેડ પ્લાનની કિંમતમાં પણ વધારો કર્યો છે. આ પ્લાનની કિંમત હવે 91 રૂપિયાથી શરૂ થશે. પહેલા તેની કિંમત 75 રૂપિયા હતી. Jio વપરાશકર્તાઓ માટે સૌથી ઓછી કિંમતનો અમર્યાદિત પ્લાન હવે 155 રૂપિયાથી શરૂ થશે. તેની કિંમત પહેલા 129 રૂપિયા હતી. આ પ્લાનમાં 28 દિવસ માટે 2GB ડેટા આપવામાં આવે છે. આ સિવાય આ પ્લાનમાં અનલિમિટેડ કોલ અને 300 SMS પણ આપવામાં આવે છે.

Jioના 149 રૂપિયાના પ્લાન માટે યુઝર્સને 179 રૂપિયા ખર્ચવા પડશે. તેવી જ રીતે 199 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 239 રૂપિયા કરવામાં આવી છે. 239 રૂપિયાના પ્લાનમાં 28 દિવસ માટે દરરોજ 1.5GB ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં અમર્યાદિત કૉલ્સ અને દરરોજ 100 SMSના લાભો પણ સામેલ છે.

કંપનીનો 249 રૂપિયાનો લોકપ્રિય પ્લાન પણ મોંઘો થઈ ગયો છે. તેની કિંમત હવે ગ્રાહકોને 299 રૂપિયા થશે. આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા સાથે અનલિમિટેડ કોલ અને 100 SMS આપવામાં આવે છે.

કંપનીએ ડેટા એડ-ઓન પેક પણ મોંઘા કર્યા છે. Jioનો 251 રૂપિયાનો ડેટા પેક હવે 301 રૂપિયાનો હશે. આ પ્લાનમાં યુઝર્સને 50GB ડેટા આપવામાં આવે છે. તેની વેલિડિટી 30 દિવસની છે. કંપનીએ અન્ય પ્લાન પણ મોંઘા કર્યા છે. નવા દરો લાગુ થયા બાદ રિલાયન્સ જિયોના પ્લાનની કિંમત લગભગ 21 ટકા મોંઘી થઈ જશે.

 82 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી