વેપારીએ મશીન મંગાવ્યા બાદ બારોબાર બન્ને મશીન લઇ પલાયન થઇ ગયો

ઓઢવ પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ આદરી

શહેરના ઓઢવ વિસ્તારમાં કારખાનુ ધરાવતા વેપારી પાસે રાજકોટના વેપારીએ બે મશીન મંગાવી 3.80 લાખની ઠગાઇ આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં વેપારીએ રાજકોટ મશીન મંગાવ્યા બાદ ઇન્સ્ટોલેશન બાદ પુરું પેમેન્ટ કરશે તેમ કહ્યું હતું. જો કે, વેપારીના ટેક્નીશીયન ત્યાં પહોંચે તે પહેલાં જ મશીન ઉપાડી લઇ વેપારી પલાયન થઇ ગયો હતો. આ મામલે ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના નિકોલ વિસ્તારમાં રહેત જયેશભાઇ ઠુમ્મર ઓઢવમાં કારખાનુ ધરાવી વેપાર કરે છે. તેઓ લેસર મશીન ઓર્ડર મુજબ બનાવી વેચવાનું કામ કરે છે. 6 જાન્યુ.ના રોજ બપોરે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામેવાળા વ્યક્તિએ ભાવેશ પટેલ બોલુ છું અને રાજકોટ ખાતે શ્રીજી મેન્યુફેક્ચરીંગથી કારખાનુ ધરાવું છું.

જયેશભાઇએ જણાવ્યું હતું કે, તમારે લેસર મશનની જરૂર છે. જેથી ભાવેશે જણાવ્યું હતું કે, હા મારે બે લેઝર મશીન જરૂર છે. જેથી જયેશબાઇએ એક મશીન જીએસટી વગર 1.90 લાખ રૂપિયામાં આપીશ તેમ જણાવ્યું હતું. જેથી બે મશીનનો ઓર્ડર જયેશભાઇને આપ્યો હતો. 18 ફેબ્રુઆરીના રોજ ભાવેશે ફોન કરી જણાવ્યું હતું કે, બન્ને મશીન ડિલીરવરી માટે તૈયાર હોય ત્યારે કહેજો. જયેશબાઇએ બન્ને મશીનના પાકા બીલ પણ ભાવેશને મોકલી કુલ 4.48 લાખ રૂપિયા થશે તેમ જણાવ્યું હતું. તેથી ટોકન પેટે 15 હજાર રૂપિયા જયેશભાઇને આંગડીયા મારફતે ભાવેશે મોકલી આપ્યા હતા બાકીની રકમ ડીલીવરી અને ઇન્ટ્રોલેશન બાદ મોકલી આપવા ભાવેશે જણાવ્યું હતું.

ત્યારબાદ તે જ દિવસે સાંજે બન્ને મશીન જયેશભાઇએ રાજકોટ મોકલી આપ્યા હતા અને તેની જાણ પણ કરી હતી. બીજી તરફ મશીનના ઇન્ટોલેશન માટે જયેશભાઇના બે ટેક્નીશીયન 19મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ પહોંચ્યા હતા અને ભાવેશને ફોન કર્યો હતો. પરંતુ ભાવેશે ફોન બંધ કરી દીધો હતો.

જે એડ્રેસ પર મશીન મોકલ્યા હતા. ત્યાં જયેશભાઇ પહોંચ્યા હતા. ત્યારે જાણ થઇ હતી કે, આગલા જ દિવસે ભાવેશે મશીન તો ઉપાડી લીધા છે. પછી વારંવાર ભાવેશનો સંપર્ક કર્યો હતો. પરંતુ ન લાગતા તેઓ ઠગાયા હોવાનો અહેસાસ થયો હતો. જેથી આ મામલે ઓઢવ આવી જયેશભાઇ ભાવેશ પટેલ સામે મશીન લઇ પુરતા પૈસા ન આપી ઠગાઇ આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

બેંકમાં નોકરીની લાલચ આપી ઠગાઈ

અમદાવાદ – ઓઢવના જયરાજ કોમ્પ્લેક્ષમાં રહેતા હિનાબેન ઝાલાની દિકરી ધ્રુવી ઝાલાએ બેંકમાં જોબ માટે ફેશવલ્ડ ડોટ ઓઆઈજીનામની સાઈટ પર ફોર્મ ભર્યું હતુ. ત્યારબાદ થોડા દિવસ પછી એક અજાણ્યા નંબર પરથી સુરઝ શર્મા નામના અજાણ્યા શખ્સનો ફોન ધ્રુવી પર આવ્યો હતો અને જણાવ્યું હતુ કે ફેશવલ્ડમાંથી બોલુ છું. તમે બેંક ઝોબ માટે ડોક્યુ મેન્ટ આપ્યા હતા. જો તમારે નોકરી જોઈતી હોય તો તમારા વોટસએપ નંબર પર એક લીંક મોકલી છે તેમા રૂ.11 રૂપિયા ફોર્મ ફી પેટે ભરવા પડશે. જેથી ધ્રુવીએ ક્રેડીટ કાર્ડ થી ફોર્મ ફીના 11 રૂપિયા ભર્યા હતા.

જો કે પૈસા ભર્યાના થોડા સમય પછી જ તેમના ક્રેડીટ કાર્ડમાંથી રૂ.10 હજાર કપાઈ ગયા હતા. જો કે ત્યારબાદ ફેશવર્લ્ડમાંથી ફરીથી ફોન આવતા ધ્રુવીએ પૈસા કપાઈ ગયા હોવાનું જણાવતા તેમણે રૂ.5 હજાર પરત કર્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેમના પૈસા પરત આવ્યા ન હતા. જેથી કપાઈ ગયેલા પૈસા પરત કરવાનુ જણાવતા ફેશવર્લ્ડમાંથી ફોન કરનાર ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી હિનાબેને ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

 21 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર