સંક્રમણ અને ચોતરફ ટીકાઓ બાદ આખરે આઇપીએલ રદ્દ…હાશ..

વિદેશી ખેલાડીઓમાં રાહત, મજબૂત બાયો બબલનો દાવો છતાં ચેપ લાગ્યો

દેશમાં સંક્રમણના વધી રહેલા કહેર વચ્ચે ચેપી સંક્રમણનો રેલો આઇપીએલના કેટલાક ખેલાડીઓ સુધી પહોંચતા અને ભારે ટીકાઓની વચ્ચે આખરે આઇપીએલ મેચ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એક મેચ અમદાવાદમાં યોજાનાર હતી. જે મોકૂફ રાખવામાં આવી હતી. અને બાકીની તમામ મેચો મુંબઇ યોજવાની વિચારણા ચાલી રહી હતી. પરંતુ છેવટે સમગ્ર આઇપીએલ જ રદ્દ કરવામાં આવતાં અન્ય ખેલાડીઓ અને ખાસ કરીને વિદેશી ખેલાડીઓએ રાહતનો દમ લીધો હશે.

છેલ્લા કેટલાક દિવસોથી આઇપીએલની કેટલીક ટીમની અંદર કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા હતા. અને સમગ્ર મેચો રદ્દ કરવાની માંગણીઓ અને ટીકાઓ થઇ રહી હતી. છેવટે BCCI દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અનેક ખેલાડીઓ અને આઇપીએલ સાથે જોડાયેલા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આમ પણ દેશ જ્યારે આ કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે આઇપીએલ શરુ રાખવાનો કેટલાક લોકો વિરોધ કરતા હતા. એક અંગ્રેજી અખબારે વર્તમાન સ્થિતિમાં આઇપીએલ મેચોનું કવરેજ નહીં કરવાની જાહેરાત પણ કરી હતી.

કોરોનાના કહેર વચ્ચે BCCI દ્વારા મજબૂત બાયો બબલનો દાવો કરવામાં આવ્યો હતો, જેનાથી ખેલાડોને બચાવી શકાય. તેવામાં માત્રે 29 મેચ જ સફલતાપૂર્વક યોજાઇ શકી હતી.. ચેન્ન્ઇ અને મુંબઇના તમામ મેચો પુરા થયા અને અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આ સીઝનની 30મી મેચ રમાઇ શકી નહોતી.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર