હિંસા બાદ ટપોટપ રાજીનામા પડ્યા, ટ્રમ્પને પણ તાબડતોબ પદેથી હટાવવાની તૈયારી!

 ટ્રમ્પ પ્રશાસનના અનેક મહત્વપૂર્ણ લોકોએ પોતાના પદેથી રાજીનામા આપી દીધા.

ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસીને જોરદાર હોબાળો કર્યો અને તોડફોડ કરી. અમેરિકી સંસદમાં થયેલી બબાલની અસર હવે જોવા મળી રહી છે અને હિંસાને કારણે ગુરુવારે ટ્રમ્પ પ્રશાસનના અનેક મહત્વપૂર્ણ લોકોએ પોતાના પદેથી રાજીનામા આપી દીધા. 

કેપિટલ બિલ્ડિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોના હોબાળો બાદ વ્હાઈટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સારા મેથ્યુએ પોતાના પદેથી રાજીનામું આપી દીધુ. આ ઉપરાંત મેલાનિયા ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ સ્ટેફની ગ્રીશને પણ હિંસાના વિરોધમાં પોતાનું પદ છોડી દીધુ છે.

જો બાઈડેન 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેશે અને ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળને લગભગ હવે બે અઠવાડિયા જ બચ્યા છે. પરંતુ આ બધા વચ્ચે તેમને તત્કાળ પદેથી હટાવવાની કોશિશ થઈ રહી છે. ડેમોક્રેટિક પાર્ટીના લગભગ બે ડઝનથી વધુ સેનેટરો ફરીથી મહાભિયોગ લાવવાની તૈયારીમાં છે. 

યૂએસ કેપિટલ હિલમાં થયેલી હિંસામાં એક મહિલાનું ગોળી વાગવાથી મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને મેડિકલ ઇમરજન્સીમાં સારવાર દરમિયાન મોત થયા છે. આમ કુલ 4 લોકોનાં મોત થયા છે. પ્રદર્શનકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પરિસરને બંધ કરી દેવામાં આવ્યું છે. કેપિટલની અંદર એવી ઘોષણા કરવામાં આવી કે સુરક્ષાના ખતરાના કારણે કોઈ વ્યક્તિ કેપિટલ હિલ પરિસરથી બહાર કે અંદર નહીં જઈ શકે.

ઉપ રાષ્ટ્રપ્રમુખ પેન્સ પણ ટ્રમ્પથી નારાજ

પ્રેસિડન્ડ ઇલેક્ટની જીત પર મહોર લગાવવા માટે કાંગ્રેસ એટલે કે અમેરિકન સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું છે. તેની અધ્યક્ષતા ઉપ રાષ્ટ્રપ્રમુખ કરે છે અને ખુરશી પર માઇક પેન્સ હતા. ટ્રમ્પ સમર્થકોની હરકતથી તેઓ ખૂબ જ નારાજ જોવા મળ્યા. તેઓએ કહ્યું કે, અમેરિકાના ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે. હિંસાથી લોકતંત્રને દબાવી કે હરાવી શકાય નહીં. આ અમેરિકાની જનતાના ભરોસાનું કેન્દ્ર હતું, છે અને રહેશે.

 53 ,  1