ફરી ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભૂલ્યા, ફોર્મ ભરતા સમયે કાર્યકર્તાઓની ઉમટી ભીડ

 નિયમો નેવે મૂકીને ટોળા થયા ભેગા, ગાઈડલાઈનની ઐસીતૈસી

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ચૂંટણીનો માહોલ જામ્યો છે. આગામી 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે, ભાજપ અને કોંગ્રસ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, હાલ ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ માહોલ વચ્ચે નેતાઓ દ્વારા કોરોના ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવી રહ્યો છે.

આજે ભાજપના ત્રણ બેઠકના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. કરજણ, ડાંગના ઉમેદવારો આજે પોતાના કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા ગયા હતા. પરંતુ ભાજપના નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભૂલ્યા હતા. સરકાર એક તરફ તહેવારની ઉજવણી પર પ્રતિબંધ લગાવે છે, પરંતુ બીજી તરફ પોતાના નેતાઓ પર અંકુશ રાખી શક્તા નથી.  

વડોદરા જિલ્લાની કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અક્ષય પટેલ ઉમેદવારી પત્ર ભરવા માટે કરજણ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું અને કોરોનાના સંક્રમણને ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું.

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલને ભાજપે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે કિરીટસિંહ જાડેજાનું નામ જાહેર કર્યું છે. કરજણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવાના કરજણ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા, ત્યારે ઉમેદવારી પત્ર ભરે તે પહેલા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને આ સમયે કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.

તો આ તરફ ડાંગમાં પણ ભાજપના ઉમેદવાર વિજય પટેલના ઉમેદવારી પત્ર ભરવા પહેલા સભા યોજાઈ હતી. સ્ટેજ પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ભાજપના નેતાનું સન્માન કરવા લોકો સ્ટેજ પર માસ્ક વગર આવ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમમા સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા હતા.

કચ્છમાં અબડાસા બેઠક પર ભાજપની સભામાં સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડ્યા હતા. રાજ્યના મંત્રી ભુપેન્દ્રસિંહની હાજરીમાં જ કોવિડ 19 ની સરકારના ગાઈડલાઈનની ઐસીતૈસી કરાઈ હતી. સભા પહેલા જ લોકો એકઠા થયા હતા. તો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો.

 75 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર