September 26, 2022
September 26, 2022

આગ્રા હાઇવે અકસ્માત : કંડકટર એ જણાવ્યું કે નાળામાં બસ કેવી રીતે ખાબકી

કન્ડકટર અસનીશ મિશ્રા એ જણાવ્યું કે “સવારમાં સાડા ચાર કલાક થયા હતા. બસ પર લગભગ 52 મુસાફરો હતા અને મોટાભાગના મુસાફરો સૂતાં હતા. ત્યાં રસ્તાઓ પર ઘણા વાહનો નહોતા, તેથી તે ડાબી તરફની પહેલી લાઇનમાં જ બસ ચાલતી હતી . બસ કંડક્ટર અસનીસ મિશ્રા કહે છે કે બસની વાસ્તવિક ગતિ કેટલી છે તે તેમને યાદ નથી, પણ એક જબરદસ્ત જાટકા સાથે પુલની રેલીંગ પર ચડી ગઈ .

કોઈ કઈ સમજી સકે એ પહેલા જ પુરપાટ જતી બસ 60 મીટર રેલીંગ પર ચડી ગઈ. બસમાં બીજો એક જોરદાર જાટકો લાગ્યો અને થોડા સમય માટે બસ રેલીંગથી ઉતરી અને પાછી ચડી ગઈ. બસ ડ્રાઈવર કઈના કરી શક્યો અને બસ રેલીંગ તોડીને 40 ફૂટ નીચે નાળામાં ખાબકી પડી”. તેમના હિસાબે ત્રણથી ચાર મિનીટની અંદર બધું બદલાઈ ગયું અને પરિસ્થિતિ વણસી ગઈ.

તીવ્ર અવાજ સાથે નદીમાં ખાબકી બસ…

સવાર નો સમય હતો. ગામડામાં આજે પણ લોકો શૌચ માટે વહેલી સવારે નીકળી જાય છે. ત્યાં પાસે જ એક ગામ છે, ત્યાથી નિહાર સિંહ નામક એક યુવક પણ આજુબાજુ જ હતો. અવાજ આવતા જ તે નાળા તરફ ભાગ્યો.તેણે જોયું કે યાત્રીઓ થી ભરેલી એક બસ નાળા માં અડધી ડૂબેલી પડી છે. કોઈ બુમો પડતું હતું, કોઈ બસ થી બહાર આવવાની કોશિશ કરી રહ્યું હતું , ભયાનક નઝારો હતો . નિહાર સિંહે પણ હિંમત દાખવીને
તરત જ 100 નંબર ડાયલ કરી દીધો. આ દરમિયાન આજુબાજુ ના ગામવાળાને આ બાબતે અણસાર આવી ગયો અને લોકો ને બચાવવાનું કાર્ય
ચાલુ કરી દીધું.

ગ્રામવાસીઓએ સૌથી પેલા મંગાયુ જેસીબી…

બસ કન્ડકટર અસનીશ મિશ્રા ના જણાવ્યા મુજબ ઘટના ના 2-3 કલાક પેલા જ બસ ક્ન્નુજ ઉભી રહી હતી. તે સમયે બસ નો ડ્રાઈવર એક્દુમ સ્વસ્થ હતો, પરંતુ ઘટના બન્યા ના ઠીક થોડા સમય પેલા ડ્રાઈવર ને ઝપકી આઈ ગઈ તેના કારણે જ આવી ઘટના બની.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી