September 23, 2020
September 23, 2020

આગ્રામાં બદમાશોએ બસને કરી હાઇજેક, 34 મુશાફરો હતા સવાર

હજુ સુધી બસની કોઈ ભાળ મળી નથી પોલીસે મામલાની ગંભીરતા લઈને શોધખોળ શરૂ કરી

ઉત્તર પ્રદેશના આગ્રમાં બદમાશોએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. કારમાં સવાર બદમાશોએ એક બસને હાઈજેક કરી છે. ડ્રાઈવર-કંડકટરને બંધક બનાવીને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. હજુ સુધી બસની કોઈ ભાળ મળી નથી પોલીસ પ્રશાસને મામલાની ગંભીરતા લઈને શોધખોળ શરૂ કરી છે.

મળતી જાણકારી મુજબ, ગુરુગ્રામથી મધ્ય પ્રદેશ જઈ રહેલી એક પ્રાઇવેટ બસને હાઇજેક કરી લેવામાં આવી. ડ્રાઇવર અને કંડક્ટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી. બસમાં 34 મુસાફરો સવાર હતા. જો કે મુસાફરોને ઝાંસી ઉતારી દેવામાં આવ્યા હતા.

ઘટના બુધવાર વહેલી પરોઢની છે. મલપુરા પોલીસ સ્ટેશનની હદમાં પ્રાઇવેટ બસને હાઇજેક કરી લેવામાં આવી. મળતી માહિતી મુજબ બસમાં 34 મુસાફરો સવાર હતા. ડ્રાઇવર અને કંડક્ટરની સૂચના બાદ પોલીસ દોડતી થઇ ગઈ છે. ઘટનાસ્થળે તમામ ઉચ્ચ અધિકારી ઉપસ્થિત છે. જોકે, કસની કોઈ સૂચના નથી મળી રહી.

હાઇજેક બસને લઈને હાલ પોલીસની પાસે કોઈ જાણકારી નથી. તેઓ ડ્રાઇવર એન કંડક્ટરના નિવેદનના આધારે કાર્યવાહી કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે જો હાઇજેક કરનારા ફાઇનાન્સ કંપનીના કર્મચારી છે તો આ અધિકાર તેમ ને કોણે આપ્યો કે મુસાફરો ભરેલી બસને આ રીતે પોતાની સાથે લઈ જાય. હજુ સુધી મામલામાં બસ માલિક સાથે વાતચીત નથી થઈ શકી.

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર