સ્વર્ણિમ સંકુલ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે પદભાર સંભાળ્યો

કૃષિમંત્રીએ ખેડૂતોને લઈને આપ્યું મોટું નિવેદન…

કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી હંસરાજભાઈ પટેલે આજે સ્વર્ણિમ સંકુલ-1 ગાધીનગર ખાતે વિધિવત પદભાર સંભાળ્યો છે. આજે પૂજન અર્ચન કરીને વિધિવત પ્રવેશ કર્યો છે આ વેળાએ તેમના સમર્થકો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી.

મંત્રીએ પટેલે પદભાર સંભાળ્યા બાદ કહ્યુ હતુ કે, રાજયના કૃષિકારો, પશુપાલકો અને પાજરાપોળના ટ્રસ્ટીઓ માટે સદાય હકારાત્મક અભિગમ થકી સંને સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

આજે સર્ણિમ સંકુલ ખાતે ચાર્જ સંભાળનાત રાઘવજી પટેલે કહ્યું કે અગાઉ પણ APMC મામલે કેન્દ્રને રજૂઆત કરી હતી અને ખેડૂતોને ટેકાના યોગ્ય ભાવ મળે તે બાબતે સરકાર વિચાર કરશે તેમજ ટેકાના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાતા હોય છે ત્યારે ખેડૂતોની આવક ડબલ કરવાનું આયોજન સરકાર કરી રહી છે તેવું કુષિમંત્રી જણાવ્યું છે.

રાઘવજી હંસરાજભાઈ પટેલ (જામનગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમણે બી.એ., એલ.એલ.બી.સુધીનો અભ્યાસ કરેલો છે. એટલું જ નહીં તેઓ ખેતી અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. અગાઉ તેઓએ ગ્રામ ગૃહનિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી