ઇડીએ રૂ. 3,600 કરોડના વીવીઆઈપી ચોપર કૌભાંડ કેસમાં ડિફેન્સ એજન્ટની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે મોડી સાંજે સુશેન મોહન ગુપ્તાની પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ઈડીના સૂત્રોના મતે ગુપ્તા ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર્સ સોદા સહિત સંખ્યાબંધ રક્ષા સોદામાં કથિત રીતે સંડોવાયેલો છે.
આપને જણાવી દઇએ, વીવીઆઈપી ચોપર કેસમાં અગાઉ વકીલ ગૌતમ ખૈતાન તેમજ બ્રિટિશ નાગરિક અને વચેટિયા ક્રિશ્યિલન મિશેલની ઈડીએ ધરપકડ કરી હતી. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં સાક્ષી બનેલા રાજીવ સક્સેનાએ કરેલા ખુલાસાના આધારે ગુપ્તાની ભૂમિકા બહાર આવી છે.
રાજીવ સક્સેનાને યુએઈથી ડીપોર્ટ કરાયો હતો અને બાદમાં ઈડીએ તેની ધરપકડ કરી હતી. ગુપ્તા પાસે વીવીઆઈપી હેલિકોપ્ટર કેસ સંલગ્ન નાણાં ચૂકવાયા હોવાની વિગતો હોવાનું માનવામાં આવે છે. ઈડી ગુપ્તાની પૂછપરછ માટે તેના રિમાન્ડની માગ કોર્ટ સમક્ષ કરશે.
103 , 3