September 24, 2020
September 24, 2020

ચૂંટણી પહેલા PM મોદીએ આપી મોટી ભેટ, કહ્યું – વિકાસની ઉડાન ભરે બિહાર

બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્રે 3 યોજનાનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન મોદીએ બિહાર ચૂંટણી પહેલાં મોટી ભેટ આપી છે. PM મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહારમાં એલપીજી પાઇપલાઇન પરિયોજના માટે બ્લોક અને બે બોટલિંગ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. તેની સાથે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી નીતીશ કુમારને આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએના ચહેરાના રૂપમાં સમર્થન આપ્યું. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી. આ પરિયોજનાઓમાં પારાદીપ, હલ્દિયા અને દુર્ગાપુર ગેસ પાઇપ લાઇન સંવર્ધન પરિયોજનાઓ અને પૂર્વી ચંપારણ્ય અને બાંકામાં બે રાંધણ ગેસ બોટલિંગ પ્લાન્ટ યોજનાઓનો સમાવેશ થાય છે.

પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે બિહારમાં એલપીજી કનેક્શન હોવું સંપન્ન લોકોની નીશાની હતી. જેમના ઘરમાં ગેસ હતી તે માનતા હતા કે તેઓ મોટા ઘર અને પરિવારના છે. પરંતુ હવે બિહારમાં આ સામાન્ય થઈ ગયું છે. ઉજ્જવલા યોજના હેઠળ આજે દેશમાં 8 કરોડ ગરીબ પરિવાર પાસે ગેસ કનેક્શન છે. આ યોજના હેઠળ ગરીબોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.

વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે હવે દેશના અનેક શહેરોમાં સીએનજી પહોંચ્યું છે, પીએનજી પહોંચ્યું છે. તો બિહારના લોકોને પણ આ સુવિધા સરળતાથી મળવી જોઈએ તેવા સંકલ્પની સાથે આગળ વધી રહ્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા અનેક વર્ષોથી બિહાર વિકાસના મામલમાં પાછળ હતું. તેનું કારણ રાજકારણ સહિત કેટલાક અન્ય પણ કારણ હતા. તેઓએ કહ્યું કે એક એવો પણ સમય આવ્યો જ્યારે બિહારમાં સારી રોડ કનેક્ટિવિટી અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર ચર્ચા નહોતી થતી.

વડાપ્રધાને મોદીએ કહ્યું કે, બિહારે અનેક સમસ્યાઓ સહન કરી છે. પરંતુ નીતીશ કુમારે ન્યૂ ઈન્ડિયા અને ન્યૂ બિહારના લક્ષ્ય પ્રાપ્તિ માટે અગત્યની ભૂમિકા નિભાવી છે. તેઓએ એમ પણ કહ્યું કે બિહારને પ્રગતિના પંથે આગળ લઈ જવામાં મુખ્યમંત્રી નીતીશ કુમારની અગત્યની જવાબદારી નિભાવી છે. આપણે બિહારમાં સુશાસન નિશ્ચિત કરવું જોઈએ.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર