આ બેટ્સમેને 28 બોલમાં ફટકારી સદી, માર્યા 14 છગ્ગા અને 5 ચોગ્ગા

યૂરોપિયન ક્રિકેટ લીગમાં કુલ 8 ટીમો રમી રહી છે. ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. યૂરોપિયન ક્રિકેટ લીગ 2019માં એક બેટ્સમેને આવી જ આક્રમક ઇનિંગ્સ રમી હતી. ECL 2019માં ક્લજ ક્રિકેટ ક્લબ (Cluj Cricket Club) અને ડરેક્સ ક્રિકેટ ક્લબ (Dreux Cricket Club)વચ્ચે મુકાબલો રમાયો હતો. જેમાં બેટ્સમેન અહમદ નબીએ 28 બોલમાં સદી ફટકારી હતી.

ડરેક્સ ક્રિકેટ ક્લબના ઓપનર અહમદ નબીએ આ મેચમાં 30 બોલમાં 105 રન બનાવ્યા હતા. તેણે આ દરમિયાન 28 બોલમાં સદી ફટકારી હતી. સૌથી રસપ્રદ વાત એ છે કે તેણે ઇનિંગ્સમાં એકપણ રન સિંગલ લીધો ન હતો. અહમદ નબીએ 14 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. એટલે કે 104 રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા.

અહમદ નબીની આક્રમક સદીની મદદથી ડરેક્સ ક્રિકેટ ક્લબને મોટી જીત મળી હતી. ટીમે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. જવાબમાં ક્લજ ક્રિકેટ ક્લબ ફક્ત 69 રન બનાવી શક્યું હતું. ડરેક્સ ક્રિકેટ ટીમનો 95 રને વિજય થયો હતો. નબી યૂરોપિયન ક્રિકેટ લીગમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. યૂરોપિયન ક્રિકેટ લીગ 10-10 ઓવરની ટૂર્નામેન્ટ છે. જેમાં સદી ફટકારવી મોટી વાત છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી