સામે આવી મહિલા કોન્સ્ટેબલની હ્યદય કંપાવતી સ્યૂસાઇડ નોટ, આ હતું કારણ

અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. ચાંદખેડાની રહેવાસી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.

હાલ તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી આ ભાવુક સ્યૂસાઈડ નોટમાં ભાઈને રોલ મોડલ ગણાવ્યો છે તો પિતાની પણ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે મમ્મીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ગણાવી છે. માત્ર એટલું જ નહીં, ભાઈના લગ્નમાં પણ આવવાના ઓરતા રજૂ કર્યું છે. તેની સાથે સાથે ઘર બદલતા રહેવાની વેદના વ્યક્ત કરી ભાઈઓને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખવા કહ્યું છે.

આ સિવાય તેણીએ તેનો પરિવાર વડનગરથી અમદાવાદ રહેવા આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે સાથે તેમાં હેરાન કરતા લોકોના નામ પણ લખ્યા છે. મહિલા કોન્સ્ટેબલે બે પાનાની સ્યૂસાઈડ નોટમાં તેણે બહુ જ ભાવુક શબ્દો લખ્યા હતા. તેણે લખ્યું હતું કે, મમ્મી પહેલા તુ મને એકદમ સારી રીતે તૈયાર કરજે. જેમ નાની હતી ત્યારે તૈયાર કરતી હતી તેમ. ભાઈ મારા પસંદગીની વસ્તુઓ મારા મર્યા પછી નાના બાળકોને વહેંચજે.

આજે હું આ દુનિયામાંથી દૂર જઈ રહી છું, આનું કારણ મારા ઘરના કોઈ જ નથી કે ના કોઈ દુઃખ છે. મને મારા ઘરનાથી પણ દુઃખ તો એ છે કે મારી આ નોકરી તો આવી છતાં હું કાંતી, રાજન, જયેશ અને એની વહુ હીના ઉર્ફે ભૂરી, આરતી ઉર્ફે કાળી, કમળા, પુષ્પા, અરવિંદ અને તેના બે છોકરાઓએ આટલું આપણને હેરાન કરવા છતાં હું કંઈ કરી ના શકી. એ લોકોને લીધે આપણે પોતાનું ઘર છોડીને આવવું પડ્યું અને અત્યારે ઘર માટે ફરવું પડે છે.

આ રહી સ્યૂસાઈડ નોટ…

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી