September 21, 2020
September 21, 2020

અમદાવાદ : પોપ્યુલર બિલ્ડર્સના માલિક સામે FIR, પુત્રવધૂએ માનસિક અને શારીરિક ત્રાસની કરી ફરિયાદ

પોપ્યુલર બિલ્ડર્સના માલિક રમણ પટેલ, પત્ની, પુત્ર સામે પુત્રવધુએ કરી પોલીસ ફરિયાદ

શહેરના પોશ વિસ્તાર સેટેલાઇટમાં પોપ્યુલર બિલ્ડર્સના માલિક રમણ પટેલની પુત્રવધૂએ પતિ અને સાસરિયા સામે માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બિલ્ડર્સ રમણ પટેલ બહુચર્ચીત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના સાક્ષી અને શહેરનાં જાણીતા બિલ્ડર છે. આ ફરિયાદમાં પુત્રવધૂએ તેના પિતા પર પણ ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે રમણ પટેલના પુત્ર મોનાંગ પટેલની પત્ની ફીઝુએ પોતાને માર મારી ત્રાસ ગુજારનાર ત્રણ સાસરિયા અને પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોનાંગ પટેલની પત્નીએ આરોપ લગાવ્યો છે કે, મારા સાસરીવાળા મારી પાસેથી દહેજની માંગની કરીને મને ત્રાસ આપતા હતા. ત્યારે સમગ્ર મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોનાંગ પટેલની પત્ની ફીઝુનો આરોપ છે કે, ગત 1લી ઓગસ્ટના દિવસે તેની પુત્રી નો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણી રાખવામા આવી હતી. ઉજવણી પૂરી થયા બાદ પરિણીતા ના પતિ, સાસુ સસરા, અને માતા પિતા સાથે બેઠા હતા. આ દરમિયાન તેના સાસુ સસરા પરિણીતા અને તેની માતા ને મેણા ટોણા મારીને કહેવા લાગેલ કે ‘તું તારા પિયર માંથી કઈ લાવેલ નથી, અમારા રૂપિયા જોઈ ને તે મારા દીકરા સાથે લગ્ન કરેલ છે. તમે બંને મા-દીકરી લૂટરીઓ છો.’ અને બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા.

આમ કહી ને પરિણીતાના સસરા એ તેને લાત મારી ને ઘર ની બહાર કાઢી મૂકવા માટે તેના પતિ ને ઉશ્કેર્યો હતો. ત્યારબાદ પરિણીતા ના પતિ એ તેને માર મારીને ઘર ની બહાર કાઢી મૂકી હતી. આ દરમિયાન પરિણીતાના પિતા એ પણ તેના સાસરિયાં ને સહકાર આપી ને બંને માં દીકરી ઓને માર મારો જેથી બંને સીધી થઈ જાય તેમ કહ્યું હતું.

પુત્રવધૂએ વધુમાં કહ્યું કે, માનસિક અને શારીરિક ત્રાસ પતિ અને સાસુ-સસર દ્વારા અપાતો હતો. મારા લગ્ન જીવનને 8 વર્ષ થયા. હું અત્યાર સુધી દબાણવશ થઈને રહેતી હતી. મને સંતાનમાં એક નાનકડી દીકરી પણ છે. હાલ છેલ્લો બનાવ બન્યો તેમાં મારા નાક પર ઈજા પહોંચી હતી, અને મારો દાંત પણ તૂટી ગયો છે. તેના બાદ હું ઘરમાંથી નીકળી ગઈ હતી. હવે મને એ ઘરમાં પ્રવેશવા દેતા નથી. મારી ફરિયાદ બાદ તેઓ ઘરમાંથી નીકળી ગયા છે. મારો સામાન લેવા પણ મને ઘરમાં જવા દીધી નથી. મારી કોઈ માંગ નથી, મને માત્ર ન્યાય મળવો જોઈએ.

આ અંગે વસ્ત્રાપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાએ માહિતી આપી કે, મહિલાએ પતિ મોનાંગ પટેલ, સસરા રમણ પટેલ અને સાસુ મયુરીકાબેન તથા ડિવોર્સી પિતા મુકેશભાઈ સામે ફરિયાદ નોઁધાવી છે. તેઓએ દહેજ અને શારીરિક માનસિક ત્રાસ આપી, પોતાના પિતાએ સાસરી પક્ષનો સાથ આપી ઉશ્કેરણી કરી ઢોર માર મારી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં આપી છે. આ તમામ લોકો મહિલાને ‘તારા પિયરમાંથી રૂપિયા જોઈએ અને મા-દીકરી લૂંટારુ છો’ તેવુ કહેતા હતા. આરોપી બિલ્ડર કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પોપ્યુલર હાઉસ નામથી વ્યવસાય ચલાવે છે. આ સંબંધે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 323, 325 354-1, 498,  294, 506-2 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ આ મામલે તપાસ ચાલુ છે. 

 94 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર