રાજ્યસભા ચૂંટણી કેસ અંગે અહેમદ પટેલ હાઈકોર્ટમાં હાજર, રજૂ કર્યું સોગંદનામું

રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા જાહેર થયેલા કોંગ્રેસના નેતા અહેમદ પટેલની જીતને પડકારતી ઈલેક્શન પિટીશન પર આજે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેમજ અહેમદ પટેલના વકીલ તરીકે પી.ચિદમ્બરમ હાજર રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અહેમદ પટેલે હાઇકોર્ટમાં એફિડેવિટ પણ રજૂ કરી દીધી છે. આ કેસ અંગે હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથધરવામાં આવશે.

ઓગસ્ટ 2017માં થયેલી રાજ્યસભાની ચૂંટણી મામલે ભાજપના નેતા બલવંત સિંહે હાઈકોર્ટમાં અહેમદ પટેલની જીતને પડકારી હતી. ત્યારબાદ અહેમદ પટેલે આ અરજી પર સુનાવણી ન કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે સુપ્રીમે અરજી પર સુનાવણી કરવા માટે જણાવ્યું હતું.

2017માં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે તત્કાલીન કોંગી ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અને રાઘવજી પટેલના મત અમાન્ય ઠેરવી અહેમદ પટેલને વિજયી જાહેર કર્યા હતા. આ કારણે વિજય માટે જરૂરી મતોની સંખ્યા 45થી 44ની નીચે આવી હતી. આ નિર્ણય સામે હરીફ ઉમેદવાર બલવંત સિંહ રાજપૂતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. રાજપૂતે આક્ષેપ કર્યો હતો કે જો અમાન્ય જાહેર કરવામાં આવેલા મતો ગણવામાં આવે તો વિજય હું બનત.

 12 ,  1