કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલનું નિધન

કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે નિધન થયું છે. આ જાણકારી તેમના દીકરા ફૈસલ પટેલે આપી છે. અહેમદ પટેલની તબિયત બગડતાં તેમને થોડા દિવસ અગાઉ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં કોરોના સંક્રમિત પણ થયા હતા.

ફૈઝલે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ પટેલે બુધવારે સવારે 3.30 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે લખ્યું, ‘અત્યંત દુઃખ સાથે હું જણાવવા માગું છું કે મારા પિતા અહેમદ પટેલનું બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે નિધન થયું છે. લગભગ એક મહિના પહેલા તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમના શરીરના અનેક અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા, જેના પછી તેમનું નિધન થયું છે. અલ્લાહ તેમને જન્નત ફરમાવે. તેમણે પોતાના તમામ શુભચિંતકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી હતી અને દર વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા કહ્યું હતું.

અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા હતા અને તેઓ 1977થી 1989 ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતા. જ્યારે ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.

 215 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર