September 21, 2020
September 21, 2020

અમદાવાદ : શાહીબાગમાં જુગાર રમતા રંગેહાથ 10 લોકોની ધરપકડ

પોલીસે દરોડો પાડી જુગાર રમતા 10 ઇસમોને ઝડપી પાડ્યા

શાહીબાગ પોલીસે બાતમીને આધારે કાર્યવાહી કરીને ગિરધરનગરમાં જુગારધામ પર દરોડો પાડયો હતો જયાંથી જુગારીઓની અટક કરી 72 હજારનો મત્તા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, શ્રાવણ માસની શરૂઆત થતાં જ જુગારીઓ પણ સક્રિય થયા છે. જેમની ઉપર શહેર પોલીસ નજર રાખી રહી છે. ગિરધરનગરમાં આજે આવા જ એક જુગારધામ ઉપર દરોડો પાડી પોલીસે જુગાર રમતા 10 ઇસમોને ઝડપી લીધા છે અને તેમની પાસેથી 15 હજારથી વધુની રોકડ સહિત કુલ 72 હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો છે.

કલોલમાં જુગાર રમતા શહેરના 13 લોકોની ધરપકડ

ગઇકાલે પોલીસે કલોલમાં પણ હોઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડા પાડી કુલ 1.10 કરોડના મુદ્દામાલ સાથે 13 લોકોની ધરપકડ કરી છે. કલોલ તાલુકાના નાંદોલી ગામે કલ્હાર બંગલોઝમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારના અડ્ડાને પોલીસે ઝડપી પાડ્યો છે. સાંતેજ પોલીસે રાત્રે 2 વાગ્યે રેડ પાડી જુગાર રમાડનારા તેમ જ અમદાવાદથી જુગાર રમવા આવેલા 12 નબીરા મળી કુલ 13 લોકોની ધરપકડ કરી છે. જુગારીઓ પાસેથી મર્સિડીઝ, ઓડી સહિત 8 મોંઘીદાટ કાર મળી કુલ 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર