22 બાળકોથી ભરેલી ચાલુ સ્કૂલ વાનમાંથી 3 બાળકો પટકાયા, એકને ગંભીર ઈજા

શહેરમાં સ્કૂલવાન ચાલકોની બેદરકારીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં ચાલુ સ્કૂલ વાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના સામે આવી છે. એક વાન બગડતા બીજી વાનમાં ઘેટા બકરાની જેમ કુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો રહી જતા ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા.

જેમાંથી એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ થયેલા વિદ્યાર્થીને એલ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જાય છે.

સ્કૂલવાનમાંથી નીચે પટકાયેલા બાળકોના વાલીઓ સ્કૂલવાન ચાલક સામે ફરિયાદ નોંધાવવા નિકોલ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા. પરંતુ પોલીસે તેઓને જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા. જી ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

 11 ,  1