અમદાવાદ: રાજપથ ક્લબ પાસે ઓફિસમાં ઉઘરાણી બાબતે બબાલ કરનાર 7 કિન્નરોની ધરપકડ

અમદાવાદના એસજી હાઇવે પર ઓફિસ ધરાવતા એક આર્કિટેક્ચરને શ્રધ્ધાના નામે ધંધો કરતા કિન્નરોનો કડવો અનુભવ થયો છે. આ યુવકે નવી ઓફિસ લેતા જ આ કિન્નરો તેના ત્યાં ગયા અને 30 હજાર બોનસ માંગ્યુ હતું. આમ યજમાનવૃત્તિના નામે અધધધ રૂપિયા પડાવનાર કિન્નરોને આ બિઝનેસમેનેના પાડતા તેને ઢોર માર માર્યો અને તોડફોડ શરૂ કરી દીધી હતી.

સાઉથ બોપલ સ્કાયસિટી ટાઉનશિપ ફ્લોરિસ રો-હાઉસમાં રહેતા આકાશ ગોપલાણી રાજપથ કલબ પાસેના વન વર્લ્ડ કેપિટલ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવી આર્કિટેક તરીકેનો વ્યવસાય કરે છે. ગઈ 3 જૂને 15 વ્યંડળોએ તેની પાસે બોણી કરવાના નામે 30 હજારની માંગ કરી હતી પરંતુ તેણે ન આપતા તેને માર માર્યો હતો અને તોડફોડ કરી હતી. જેમાં પોલીસે ફરિયાદને આધારે 7 વ્યંડળની ધરપકડ કરી હતી.

યજમાનવૃત્તિના નામે લૂંટ ચલાવતી કિન્નર ટોળકીના નામ…

  • સૈયદ અલી ઉર્ફે સમા દે સાયરા દે પવૈયા, રહે દિલ્હી ચકલા.
  • કોમલ શ્રીમાણી ઉર્ફે કોમલ દે નીતુ દે, રહે દિલ્હી ચકલા
  • તૌફિક હુસેન શેખ ઉર્ફે હિના દે સિલ્ક દે, રહે.. દિલ્હી ચકલા
  • નરેશ ભીલ ઉર્ફે રાગીણી ખુશ્બૂ દે, રહે દિલ્હી ચકલા
  • ભાવેશ ભીલ ઉર્ફે ભાવિકા ખુશ્બૂ દે, રહે દિલ્હી ચકલા
  • નેના ખુશ્બૂ દે, રહે દિલ્હી ચકલા
  • હિતેશ પંચાલ ઉર્ફે આલિયા મુસ્કાન દે, રહે દિલ્હી ચકલા

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી